અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Published on: 23rd July, 2026

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. SG હાઈવે સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા સર્જાતાં લોકોને ઓફિસ અને નોકરી-ધંધા પર જવામાં મુશ્કેલી પડી રહી છે. બોડકદેવ, શિવરંજની, જોધપુર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.