રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Published on: 18th September, 2026

ભાદરવા મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે વરસાદી ગતિવિધિઓ ધીમી પડી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં હોવાનું જણાવ્યું છે. જોકે, છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે, પરંતુ 17 જિલ્લાઓમાં 12% થી 78% સુધી વરસાદની ઘટ યથાવત છે. ખેતીને હાલ રાહત છે, પરંતુ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.