ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને કરા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારની સ્થિતિ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને કરા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારની સ્થિતિ
Published on: 03rd June, 2026

ગુજરાતના ઘણા વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાયું છે. મહેસાણા, રાજકોટ, પંચમહાલ, મહીસાગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. આ કમોસમી વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો ચિંતિત છે. મહીસાગરના કડાણામાં વૃક્ષો પડ્યા અને રસ્તાઓ બંધ થયા. રાજકોટ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહ્યો, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.