ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
Published on: 15th September, 2026

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો છે, જેમાં અંજારમાં 7.24 ઇંચ, વલ્લભીપુરમાં 6.1 ઇંચ અને ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.