ભારે વરસાદમાં નાના રેલવે સ્ટેશનો પર મુસાફરોને હાલાકી, DRUCCની બેઠકમાં રજૂઆતો
ભારે વરસાદમાં નાના રેલવે સ્ટેશનો પર મુસાફરોને હાલાકી, DRUCCની બેઠકમાં રજૂઆતો
Published on: 07th August, 2026

પ્રતાપનગર ખાતે DRUCCની બેઠકમાં મુસાફરોની સુવિધા વધારવા અનેક રજૂઆતો કરાઈ. પ્રતાપનગર-એકતાનગર વચ્ચે વધુ એક મેમુ ટ્રેન, વિરાર-ભરૃચ એક્સપ્રેસને ડભોઇ સુધી લંબાવી મેમુ ભાડું, અને લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ડભોઇ સ્ટેશન પર સ્ટોપેજની માગ કરાઈ. પાલેજ અને ભરૃચ સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજની કામગીરી ઝડપી બનાવવા સૂચવાયું. થુવાવી સ્ટેશન પર ટિકિટ ઉપલબ્ધ કરાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ. ફિરોઝપુર જનતા અને જામનગર ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૃ કરવાની માંગ કરાઈ.