પાટણના શંખેશ્વર તાલુકામાં મેઘરાજાની આગેકૂચ
પાટણના શંખેશ્વર તાલુકામાં મેઘરાજાની આગેકૂચ
Published on: 15th September, 2026

શંખેશ્વર તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસના બદલાતા વાતાવરણ બાદ ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. મેઘરાજાની આ કૃપાથી વાવણી કરેલા પાકોને નવજીવન મળ્યું, જે ખેડૂતો માટે ખુશીનો સંદેશ લઈને આવી. ટુવડ, રણોદ, કુંવારદ, પંચાસર, પાડલા, દાંતિસણા, બોલેરા, ખંડીયા, મોટીચંદુર, લોલાડા જેવા સમગ્ર તાલુકામાં થયેલા વરસાદથી ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો. સમયસર થયેલા આ વરસાદથી પાકને મોટો ફાયદો થવાની આશા છે, જે ખેડૂતોના ચહેરા પર પણ ખુશી લાવી ગયો છે.