પાટણમાં AC બ્લાસ્ટ: મહિલા પોલીસકર્મી જીવતા ભુંજાયા, શોર્ટ સર્કિટથી આગ ફેલાઈ
પાટણ શહેરના પદ્મનાથ ચોકડી નજીક ગાયત્રી ફ્લેટમાં એક દર્દનાક ઘટના બની. ACમાં ભયાનક બ્લાસ્ટ થતાં આગ લાગી, જેમાં લોકલ IBના હેડ કોન્સ્ટેબલ સુરેખા ચૌધરી સૂતા હતા. શોર્ટ સર્કિટથી ફેલાયેલી આગની ચપેટમાં આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસ અને FSLની ટીમ તપાસ કરી રહી છે. મૃતદેહને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. AC બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ FSL દ્વારા કરવામાં આવશે.
પાટણમાં AC બ્લાસ્ટ: મહિલા પોલીસકર્મી જીવતા ભુંજાયા, શોર્ટ સર્કિટથી આગ ફેલાઈ
કુચબિહાર બોર્ડર પર બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ, BSF દ્વારા નિષ્ફળ
શુક્રવારે કુચબિહારના મેખલીગંજના ઝીરો પોઈન્ટ પાસે ભારતમાં ઘૂસણખોરી કરવાના ઈરાદે બાંગ્લાદેશીઓનો જમાવડો થયો હતો. સ્થાનિક લોકોની સૂચના મળતાં BSF તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને બાંગ્લાદેશીઓને પાછા ભગાડી દીધા. આ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો, છતાં સરહદ પર તણાવનો માહોલ સર્જાયો હતો. કુચબિહારની ભૌગોલિક પરિસ્થિતિ, નદીઓ અને જટિલ ભૂપ્રદેશને કારણે ઘૂસણખોરીનું જોખમ રહે છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
કુચબિહાર બોર્ડર પર બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ, BSF દ્વારા નિષ્ફળ
IIT એન્જિનિયર 'બાબા'ની ધરપકડ: ૨૪ યુવતીઓ સાથે સંબંધ અને વીડિયો થયા ખુલ્લા!
મથુરામાંથી IIT રૂર્કીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અભિષેક મિશ્રા, જે આધ્યાત્મિક પ્રવચનકાર તરીકે જાણીતો છે, તેની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ મુજબ, તેણે ધર્મના નામે ૨૪ યુવતીઓ સાથે સંબંધ બાંધ્યા હતા. B.Tech, M.Tech, MBA જેવી ઉચ્ચ શિક્ષિત યુવતીઓ 'ગંધર્વ વિવાહ'ના નામે શોષણનો ભોગ બની હતી. આરોપીના મોબાઈલમાંથી યુવતીઓના આપત્તિજનક ફોટો, વીડિયો મળ્યા છે, જે કેસમાં મહત્વની કડી બન્યા છે. તેની ધરપકડ બાદ આશ્રમ જેવી જગ્યાએથી ત્રણ યુવતીઓને પણ શોધી કાઢવામાં આવી છે.
IIT એન્જિનિયર 'બાબા'ની ધરપકડ: ૨૪ યુવતીઓ સાથે સંબંધ અને વીડિયો થયા ખુલ્લા!
રાજકોટમાં મિત્રોના ત્રાસથી આધેડનો આપઘાત
રાજકોટના હોડથલી ગામમાં હરિભાઈ જાદવ નામના આધેડે માનસિક વિકૃત મિત્રોના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃત્યુ પહેલાં લખેલી સુસાઈડ નોટમાં પાડોશી નરેશભાઈ, રવજીભાઈ અને અન્ય 6 અજાણ્યા લોકોના નામનો ઉલ્લેખ છે. આરોપ છે કે, આ શખ્સો વિકૃત કામ કરાવી ફોટા પાડી, સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની માગણી કરી રહ્યા હતા. પુત્રને જમીન વેચી રૂપિયા આપવાનું કહેવા છતાં, અસહ્ય માનસિક દબાણ હેઠળ તેમણે આ પગલું ભર્યું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટમાં મિત્રોના ત્રાસથી આધેડનો આપઘાત
ગુજરાતમાં ₹226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ: ટેરર ફંડિંગ અને ડ્રગ્સ હેરાફેરીનું જોડાણ.
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCOE) એ ₹226 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક 'ડર્ટી ક્રિપ્ટો'ના મની લોન્ડરિંગમાં સામેલ હતું, જે આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ડાર્ક વેબ માર્કેટપ્લેસ સાથે જોડાયેલું હતું. CID ક્રાઈમ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આધુનિક બ્લોકચેન એનાલિસિસ અને ટેકનિકલ ઈન્ટેલિજન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં ₹226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ: ટેરર ફંડિંગ અને ડ્રગ્સ હેરાફેરીનું જોડાણ.
ભારતમાં ચોમાસાની શરૂઆત, ગુજરાતમાં ક્યારે થશે સાર્વત્રિક મેઘમહેર?
ભીષણ ગરમી વચ્ચે રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. ચોમાસાએ ભારતમાં દસ્તક દીધી છે, જે ગત વર્ષ કરતાં ત્રણ દિવસ મોડું કેરળ પહોંચ્યું છે. હાલ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદી માહોલ છે અને તે ધીમે ધીમે દેશના અન્ય રાજ્યોમાં વિસ્તરશે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની સંભાવના છે. હવામાન વિભાગે વિવિધ રાજ્યોમાં ચોમાસા પહોંચવાની તારીખો પણ જાહેર કરી છે, જેમાં ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, રાજસ્થાન અને દિલ્હી-NCRનો સમાવેશ થાય છે.
ભારતમાં ચોમાસાની શરૂઆત, ગુજરાતમાં ક્યારે થશે સાર્વત્રિક મેઘમહેર?
'કાલા હિરણ' વિવાદમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ નિર્માતા અમિત જાનીને આપ્યો ખુલ્લો ટેકો
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા અમિત જાની વચ્ચે ‘કાલા હિરણ’ ફિલ્મ અંગે ચાલી રહેલો વિવાદ હવે વધુ ચર્ચામાં આવ્યો છે. સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સોશિયલ મીડિયા પર નિર્માતા અમિત જાનીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જાનીએ સલમાન ખાનની લીગલ ટીમ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ ફાડી નાખી હતી. સોમી અલીએ પોસ્ટ શેર કરીને કહ્યું કે, "જે લોકો દોષી હોય છે, તેઓ જ છુપાતા ફરે છે અને ધમકીઓ આપે છે. તમને આ ફિલ્મ બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે." આ ફિલ્મ સલમાન ખાનના 'કાલા હિરણ શિકાર કેસ' પર આધારિત છે.
'કાલા હિરણ' વિવાદમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ નિર્માતા અમિત જાનીને આપ્યો ખુલ્લો ટેકો
ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
હવામાન વિભાગે આગામી 5 દિવસ, એટલે કે 10 જૂન સુધી, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સત્તાવાર આગાહી કરી છે. 5 જૂનના રોજ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદની આગાહી છે. 6 થી 10 જૂન દરમિયાન પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અથવા ચોમાસાના આગમનના સંકેત આપી શકે છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.39 કરોડના વિદેશી ચલણ સાથે ચાડનો મુસાફર ઝડપાયો
મુંબઈ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનોએ એક મોટી કાર્યવાહી કરી છે. મધ્ય આફ્રિકાના ચાડ દેશના નાગરિક પાસેથી લગભગ 1.39 કરોડ રૂપિયાના અમેરિકન ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. આ મુસાફર ઇથિયોપિયન એરલાઇન્સ દ્વારા અદિસ અબાબા થઈને ચાડ જઈ રહ્યો હતો. નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન તેની બેગમાં શંકાસ્પદ વસ્તુ જણાતા CISFના જવાનોએ તેની તલાશી લીધી હતી, જેમાં 1,45,000 અમેરિકન ડોલર મળી આવ્યા. આ અંગે વધુ તપાસ માટે મુસાફરને કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યો છે.
મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.39 કરોડના વિદેશી ચલણ સાથે ચાડનો મુસાફર ઝડપાયો
PSI સોનલ રાઠોડે વાળ પકડી માર માર્યાનો આરોપ
અમદાવાદમાં દિવ્યાંગ વેપારીને માર મારવાના કેસમાં PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ, એક યુવતીએ દાવો કર્યો છે કે 2021માં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સોનલ રાઠોડે તેના વાળ પકડીને માર માર્યો હતો. તે સમયે પોલીસ ફરિયાદ લેવામાં આવી નહોતી અને ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરી બાદ કાર્યવાહી થઈ હતી. યુવતીની માંગ છે કે સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવાને બદલે પોલીસ વિભાગમાંથી જ દૂર કરવા જોઈએ, જેથી તેઓ અન્ય નિર્દોષોને નુકસાન ન પહોંચાડી શકે.
PSI સોનલ રાઠોડે વાળ પકડી માર માર્યાનો આરોપ
ઋતુચક્રના બદલાવમાં ટાઇમ ટેબલ આધારિત ખેતી જોખમી
ક્લાઇમેટ ચેન્જની સીધી અસર ગુજરાતની અર્થવ્યવસ્થા અને ખેડૂતો પર પડી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં કઠોળ, દીવેલા અને શાકભાજીના ઉત્પાદનમાં 50-60% ઘટાડો થયો છે. અચાનક વરસાદ, લાંબા સમય સુધી ગરમી અને વધતી ભેજને કારણે પાકોમાં રોગ-જીવાત વધી રહ્યા છે. પરંપરાગત સમયપત્રક આધારિત ખેતી જોખમી બની રહી છે. બદલાતા હવામાનને સમજીને વૈજ્ઞાનિક પદ્ધતિ, ટેક્નોલોજી અને હવામાન માહિતીના આધારે ખેતી કરનાર ખેડૂતો જ વધુ સફળ રહેશે. ટૂંકા ગાળાના પાકો વરસાદ મોડો પડે કે વહેલો બંધ થાય તો પણ નુકસાન ઘટાડી શકે છે.
ઋતુચક્રના બદલાવમાં ટાઇમ ટેબલ આધારિત ખેતી જોખમી
છોટાઉદેપુરના ઘેલવાંટ ગામ પાસે ટ્રક-ટ્રેક્ટર અકસ્માતમાં યુવાનનું મોત
છોટાઉદેપુરના ઘેલવાંટ ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. માલધી ગામનો ૧૯ વર્ષીય અંકિત ઈશ્વર રાઠવા ડીઝલ ભરાવવા ટ્રેક્ટરમાં છોટાઉદેપુર આવી રહ્યો હતો, ત્યારે થાંભલા ભરેલી ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં તે નીચે પડ્યો અને ટ્રકના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે ટ્રેક્ટર ચાલક ઇશ્વરભાઇ રાઠવા (ઉં. ૪૨) ને ઇજા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુરના ઘેલવાંટ ગામ પાસે ટ્રક-ટ્રેક્ટર અકસ્માતમાં યુવાનનું મોત
ડભોઈમાં સરકારી દવાખાને પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો
ડભોઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સામાન્ય જનતાની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓ પર જ માથાભારે તત્વોએ સરેઆમ જીવલેણ હુમલો કર્યો છે. ગુનેગારોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી તેમ, ઉશ્કેરાયેલા ટોળાએ ઓન ડ્યુટી હેડ કૉન્સ્ટેબલ અને કૉન્સ્ટેબલ પર જાનથી મારી નાખવાના ઈરાદે ઇંટોના પથ્થર મારી લોહીલુહાણ કરી દીધા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ડભોઈમાં સરકારી દવાખાને પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો
વૃદ્ધ પિતા પર પુત્ર અને પુત્રવધુએ કર્યો જીવલેણ હુમલો
પાટણમાં એક વૃદ્ધ પિતા પર તેમના પુત્ર અને પુત્રવધુએ ઘર છૂટું કરવા રૂપિયા ન આપ્યાની વાતને લઈને જીવલેણ હુમલો કર્યો હતો. વૃદ્ધે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પુત્રએ લાફો માર્યો હતો અને પુત્રવધુએ માથામાં પત્થર માર્યા હતા. તેમજ પુત્રએ સાઇકલના ટાયર વડે છાતી અને બરડાના ભાગે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ પિતા પર પુત્ર અને પુત્રવધુએ કર્યો જીવલેણ હુમલો
પાટણ જિલ્લાના ચડીયાણા સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાં
પાટણ જિલ્લાના સમી તાલુકાના ચડીયાણા ગામે સ્થિત લેન્કો સોલાર પ્લાન્ટમાંથી 120 ફુટ લાંબા કોપર કેબલ વાયરની ચોરીનો ભેદ પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ઉકેલવામાં આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડની ફરિયાદ બાદ LCB ટીમે બાતમીના આધારે સિનાડ અને તાંતિયાણા ગામના બે શખ્સોને ચોરી કરેલા કેબલ વાયર અને મુદ્દામાલ સાથે એક રિક્ષા સાથે ઝડપી લીધા હતા. કુલ રૂ. 3.80 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે સમી પોલીસને સોંપવામાં આવ્યો છે.
પાટણ જિલ્લાના ચડીયાણા સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાં
છોટાઉદેપુરના પાનવડ ગામમાં દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામે SOG ટીમે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસે ગેરકાયદે દેશી તમંચો સાથે ઉદેસીંગ શંકર રાઠવા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે હથિયારધારા હેઠળ ગુનો નોંધી, આશરે રૂ. 5000 ની કિંમતનો દેશી તમંચો કબજે કર્યો છે. આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
છોટાઉદેપુરના પાનવડ ગામમાં દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
મહેસાણાના અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષની બાળકીનું કરૂણ મોત
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં એક ગંભીર અકસ્માતમાં 9 વર્ષની બાળકીનું મોત થયું છે. ડભોડાથી ખેરાલુ તરફ્ જતા હાઈવે રોડ પર, એક અજાણ્યા ફેરવ્હીલર ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલી બાળકીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ થયું. અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બાળકીના પિતાની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણાના અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષની બાળકીનું કરૂણ મોત
પાટણ LCB ટીમે 26 વર્ષ જૂના હત્યા કેસના ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપ્યો
પાટણ LCB ટીમે શામળાજી પોલીસ મથકના 2000ના હત્યા કેસમાં ફરાર આરોપીને મધ્યપ્રદેશના મંદસૌરથી ઝડપી પાડ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજીમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, હરિયાણાના ટ્રક ચાલક લિયાકતઅલી અબ્દુલકરીમ મેવે સાથે નોકરી કરતા કંડક્ટર અનિલ ભવરલાલ ઠાકુર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો થયો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. આરોપી છેલ્લા 26 વર્ષથી ફરાર હતો. બાતમીના આધારે, પાટણ LCB એ દિલ્હી મુંબઈ હાઈવે પર નાકાબંધી કરીને તેને ઝડપી લીધો.
પાટણ LCB ટીમે 26 વર્ષ જૂના હત્યા કેસના ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપ્યો
વિસનગરના કડા ગામમાં સોલાર પ્લાન્ટની ચોરી
વિસનગર તાલુકાના કડા ગામ ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાંથી મુદ્દામાલ ચોરી કરનાર સરસ્વતી તાલુકાના ત્રણ તસ્કરોને બાલીસણા પોલીસે ઝડપી લીધા હતા. આ ચોરીમાં પોલીસે રૂ. 1.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાલીસણા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, એક બોલેરો પીકઅપ ડાલામાં સોલાર પેનલ, પ્લેટો અને જનરેટર સાથે જઈ રહેલા ત્રણ ઈસમોને બાલીસણા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા. પુછપરછમાં તેઓએ કડા ગામના આદિત્ય વારી ગોકુલ સોલાર પ્લાન્ટમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.
વિસનગરના કડા ગામમાં સોલાર પ્લાન્ટની ચોરી
દાહોદના મોટીઝરી ગામે ખેતરમાં ટીટોડીએ ચાર ઇંડા મૂક્યા
દેવગઢબારીયા તાલુકાના મોટીઝરી ગામના પટેલ ફ્ળીયા વિસ્તારમાં એક ખેતરમાં ટીટોડીએ જમીન પર ચાર ઇંડા મુકતાં આ વર્ષે વરસાદ સામાન્ય વરસાદ રહેવાનો લોકો અંદાજ લગાવી રહ્યા છે. કહેવાય છે કે, ટીટોડીના ઇંડા જો ટેકરી કે ડુંગર ઉપર ઊંચાઈએ હોય તો વરસાદ ધોધમાર પડે છે. પણ આ વખતે ઇંડા ખેતર હોવાથી વરસાદ ચાર મહિના પડશે પણ ધીમો પડશે, તેવું અનુમાન વડવાઓ જણાવી રહ્યા છે.
દાહોદના મોટીઝરી ગામે ખેતરમાં ટીટોડીએ ચાર ઇંડા મૂક્યા
હું અઠવાડિયામાં ૧૦-૧૨ કરોડ ખર્ચું છું, કોઈ કૌભાંડ નથી કર્યું: લલિત મોદી
IPLના નિર્માતા લલિત મોદી ભારતમાં અનેક કાયદાકીય મુકદ્દમાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે તેમના પર થયેલા કૌભાંડના આરોપોનો ફરીથી ઇનકાર કર્યો છે. મોદીએ જણાવ્યું કે તેઓ જન્મથી જ અમીર છે અને આજે પણ અઠવાડિયામાં ૧૦ થી ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમની કંપનીઓનું બજાર મૂલ્ય ૨.૫ લાખ કરોડ રૂપિયા છે. તેમણે સુનંદા પુષ્કરના હિસ્સા બાબતે ગાંધી પરિવાર પર દબાણ લાવવાનો આરોપ પણ ફગાવ્યો.
હું અઠવાડિયામાં ૧૦-૧૨ કરોડ ખર્ચું છું, કોઈ કૌભાંડ નથી કર્યું: લલિત મોદી
મ્યૂલ હંટ 2.0: સાઈબર ફ્રોડ અને ડ્રગ્સ કનેક્શનની તપાસ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'મ્યૂલ હંટ 2.0' લોન્ચ કરીને સાઈબર ફ્રોડ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સાઈબર ફ્રોડ અને ડ્રગ્સ કાર્ટેલ વચ્ચેના ફન્ડિંગ કનેક્શનની તપાસ કરવામાં આવશે. 'મ્યૂલ હંટ 1.0' માં 2289 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડ વ્યવહારો મળ્યાં હતાં. હવે, બોગસ સીમકાર્ડ અને બેન્ક એકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવશે. નિર્દોષોના એકાઉન્ટ ફ્રીઝ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર સાઈબર ફ્રોડના રેસીયો ઘટાડવા પ્રતિબદ્ધ છે.
મ્યૂલ હંટ 2.0: સાઈબર ફ્રોડ અને ડ્રગ્સ કનેક્શનની તપાસ
અમદાવાદની રિક્ષા ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
મહેસાણા તાલુકા પોલીસે અમદાવાદની એક રિક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે એકલદોકલ મુસાફરોને બેસાડી નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરતી હતી. પોલીસે મન્સુરી તૌફીકઅહમદ, મોહમ્મદ રઈશ ઉર્ફે માનસીક અને અનીશ ઉર્ફે બાબુને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી સવા તોલાની સોનાની ચેઈન અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત રૂ. 2.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગ સામે અમદાવાદમાં ચોરી અને જુગારના 25 જેટલા ગુના નોંધાયેલા છે.
અમદાવાદની રિક્ષા ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકા
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ, ચોટીલામાં બાંગ્લાદેશ સાથે સંભવિત કનેક્શન ધરાવતા ૭ શંકાસ્પદોની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ શંકાસ્પદોમાં ૬ સ્થાનિક યુવાનો અને એક મહિલાનો સમાવેશ થાય છે. શંકાસ્પદ મોબાઇલ નંબરોના ડેટા, કોલ ડિટેલ્સ, વોટ્સએપ ચેટ અને આંતરરાષ્ટ્રીય ઓનલાઈન મની ટ્રાન્સફરના હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. ચુડા પંથકમાં પરણેલી એક મહિલા પર પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોની આશંકા છે.
યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકા
વલસાડમાં મૃત યુવાનના નામે લર્નિંગ લાયસન્સ 'પાસ', એજન્ટોનો ભ્રષ્ટ ચાલ!
રાજ્યમાં લર્નિંગ લાયસન્સ મેળવવાની ઓનલાઈન સુવિધા ભ્રષ્ટાચારનું મોટું માધ્યમ બની હોવાનો ખુલાસો ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં થયો છે. એજન્ટો કમ્પ્યુટર પરીક્ષામાં અરજદારને બેસાડ્યા વિના, પોતે જ ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ પાસ કરાવી રહ્યા છે. મૃત યુવાનના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પણ લાયસન્સ કઢાવી લેવાયું, જે ઓનલાઈન પ્રક્રિયાની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ ગેરરીતિ માર્ગ સલામતી માટે ખતરો છે.
વલસાડમાં મૃત યુવાનના નામે લર્નિંગ લાયસન્સ 'પાસ', એજન્ટોનો ભ્રષ્ટ ચાલ!
રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ
ડ્રાઈવિંગ કરતા આરોપીની પોલીસે ધરપકડ કરીપ્રેમીએ ત્યજી દેતાં અને માતાએ જે કર્યું તે ભોગવ તેમ કહેતાં તરૂણીએ ફિનાઈલ પી લીધુ હતુંરાજકોટ: શહેરમાં રહેતી તરૂણીને લગ્નની લાલચ આપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજારવા અંગે આરોપી ઓમ ચંદ્રેશભાઈ નકુમ (ઉ.વ.રર, રહે. નરસિંહ મહેતા ટાઉનશિપ, કુવાડવા રોડ) વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ
અમરેલીના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના વિવાદમાં યુવકની ઘાતકી હત્યા
ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના ભાગલા બાબતે થયેલી કૌટુંબિક તકરારમાં ભાઈ અને ભત્રીજાઓએ મળીને એક યુવકની કુહાડી, ખરપિયા અને લાકડી વડે ઘાતકી હત્યા કરી નાખી. આ ઘટનામાં મૃતકની પત્ની અને પુત્રી પર પણ હુમલો થયો હતો. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ૬ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબતે છેલ્લા ચાર વર્ષથી બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું.
અમરેલીના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના વિવાદમાં યુવકની ઘાતકી હત્યા
કચ્છની યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ
રાજકોટ નજીક સરધારમાં કચ્છની એક યુવતીને કારમાં બેસાડી અપહરણ કરી લઈ જઈ, સવા બે માસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. આરોપીઓએ હથિયાર બતાવી ૨૦ લાખ રૂપિયાની ખંડણી પણ માંગી. આ ઘટનામાં રામ છૈયા, તેના ભાઈ શ્યામ, પિતા મુકેશ અને સંબંધી રાજા ઉર્ફે રાજેશ મેણંદભાઇ ચાવડા સામે આજી ડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ભોગ બનનાર યુવતી અને રામ ત્રણ વર્ષથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
કચ્છની યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ
અકોટા ઘર દેરાસરમાંથી ૫૦૦ વર્ષ જૂની પ્રતિમાઓ ચોરનાર ત્રિપુટી ઝડપાઈ
વડોદરાના અકોટા ખાતેના ઘર દેરાસરમાંથી ૫૦૦ વર્ષ જૂની પંચધાતુની પ્રતિમાઓ અને કિંમતી દાગીનાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શંકાસ્પદ યુવકોને ઝડપી પાડ્યા છે. આ યુવકો દ્વારા ભગવાન શ્રી સુમતિનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની પ્રતિમાઓ, ૫૦૦ ગ્રામ ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા સહિતના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકોટા ઘર દેરાસરમાંથી ૫૦૦ વર્ષ જૂની પ્રતિમાઓ ચોરનાર ત્રિપુટી ઝડપાઈ
ડભોઇમાં મહિલાઓ સહિત ટોળાએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી
ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં ઘર પાસે છોડ મૂકવા મુદ્દે થયેલા ઝઘડામાં પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલાઓ સહિતના ટોળાએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ કોન્સ્ટેબલો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વડોદરાના તાંદલજા વિસ્તારના બે સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇમાં મહિલાઓ સહિત ટોળાએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી
કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી
વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા આપી હોવા છતા ગેરહાજર દર્શાવાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે એબીવીપીના કાર્યકરોએ બુધવારે દેખાવો કર્યા હતા અને આ દરમિયાન ડીન પર હુમલો કર્યો હતો.જેના વિરોધમાં આજે ફેકલ્ટીના અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી હતી.અધ્યાપકોએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ રાખી હતી.