ચોમાસા પહેલા જર્જરિત મિલકતોની સુરક્ષામાં નિષ્ફળ: નવા કમિશનરની અધિકારીઓને કડક તાકીદ
ચોમાસા પહેલા જર્જરિત મિલકતોની સુરક્ષામાં નિષ્ફળ: નવા કમિશનરની અધિકારીઓને કડક તાકીદ
Published on: 13th June, 2026

ચોમાસુ નજીક હોવા છતાં, અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. 1 જૂન 2026ના આંકડા મુજબ, શહેરમાં 452 જર્જરિત મિલકતોમાંથી માત્ર 30 મિલકતો જ સુરક્ષિત કરાઈ છે. મોટી સંખ્યામાં મિલકતો જોખમી સ્થિતિમાં હોવા છતાં, તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી રહ્યું છે. 307 રિપેરિંગ માંગી લે તેવી મિલકતોમાંથી માત્ર 19 જ સુરક્ષિત કરાઈ છે, જે નાગરિકોના જીવ માટે મોટું જોખમ ઊભું કરે છે. નવા કમિશનરે આ બાબતે અધિકારીઓને બોલાવીને કડક સૂચનાઓ આપી છે.