સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત
સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત
Published on: 13th June, 2026

વેરાવળ-સોમનાથ બાયપાસ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તાલાલા ચોકડી બ્રિજ નજીક એક્ટિવા અને મિનિ ટ્રેક્ટર વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં વેરાવળના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે મોરબીના યુવકે જૂનાગઢની હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અકસ્માતમાં ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે. બે માસિયાઇ ભાઇઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.