ફાયર સેવા વધુ સજ્જ: 60 મીટર ક્ષમતાનું ટર્ન ટેબલ લેડર, 20 માળ સુધી રેસ્કયુ શક્ય
ફાયર સેવા વધુ સજ્જ: 60 મીટર ક્ષમતાનું ટર્ન ટેબલ લેડર, 20 માળ સુધી રેસ્કયુ શક્ય
Published on: 30th September, 2026

જામ્યુકોના ફાયર વિભાગને દશ અત્યાધુનિક વાહનો મળ્યા છે, જેમાં ચાર વોટર બ્રાઉઝર અને ત્રણ મલ્ટી પર્પઝ ફાયર ટેન્ડરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રાહત-બચાવ માટે 60 મીટર (20 માળ) ક્ષમતા ધરાવતું ટર્ન ટેબલ લેડર (TTL) વાહન ફાળવ્યું છે. મ્યુનિ. કમિશનરે નવા વાહનો અને સાધન-સામગ્રીનું નિરીક્ષણ કર્યું. આ નવી સુવિધાઓ શહેરમાં આગ, હોનારત કે અન્ય આપત્તિ સમયે તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં મદદરૂપ થશે.