યુક્રેનમાં પશ્ચિમી સૈનિકો આવ્યા તો સીધું યુદ્ધ
યુક્રેનમાં પશ્ચિમી સૈનિકો આવ્યા તો સીધું યુદ્ધ
Published on: 17th September, 2026

રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે યુરોપને આકરી ચેતવણી આપી છે કે જો યુક્રેનમાં પશ્ચિમી દેશોના સૈનિકો તહેનાત કરવામાં આવશે, તો રશિયા તેને સીધા યુદ્ધ તરીકે ગણશે. તેમણે જણાવ્યું કે રશિયા આ સંઘર્ષમાં સામેલ થવા માંગતું નથી, પરંતુ દેશની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. સર્ગેઈ લાવ્રોવે પુનરોચ્ચાર કર્યો કે સંઘર્ષના મૂળ કારણો, રશિયન ભાષી લોકો અને ઓર્થોડોક્સ આસ્થાના અધિકારોનું રક્ષણ કરવું એ લશ્કરી ઓપરેશનના ઉદ્દેશ્યો છે. રશિયા NATOના વિસ્તરણ સામે અડગ છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે.