ઝેલેન્સ્કીની ગ્રીટિંગની રીતથી જ્યોર્જિયા મેલોની ધૂંધવાયાં? સોશિયલ મીડિયા પર આ ઘટનાને નેટીઝન્સ ડીકોડ કરી રહ્યા છે
ઝેલેન્સ્કીની ગ્રીટિંગની રીતથી જ્યોર્જિયા મેલોની ધૂંધવાયાં? સોશિયલ મીડિયા પર આ ઘટનાને નેટીઝન્સ ડીકોડ કરી રહ્યા છે
Published on: 17th June, 2026

નવી દિલ્હી : ફ્રાંસનાં ઇવિન લ'બેન્સ નગરમાં જી-7 દેશોનું શિખર સંમેલન ચાલે છે. દુનિયાના સાત સૌથી શક્તિશાળી દેશોના નેતા તેમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. સૌએ એક બીજાનું અભિવાદન કર્યું. ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ પરસ્પરનું અભિવાદન કર્યું. સોશ્યલ મીડીયા પર તેમની મુલાકાત વાયરલ થઇ રહી છે. તેમાં મેલોની જરા છંછેડાયેલાં દેખાય છે.