ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ: લાખો વૃક્ષો વાવી મેડેલિન શહેરે તાપમાન 4 ડિગ્રી ઘટાડ્યું, UN પણ પ્રભાવિત
ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ: લાખો વૃક્ષો વાવી મેડેલિન શહેરે તાપમાન 4 ડિગ્રી ઘટાડ્યું, UN પણ પ્રભાવિત
Published on: 04th June, 2026

કોલંબિયાના મેડેલિન શહેરે 'ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ' દ્વારા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. લાખો વૃક્ષો વાવીને શહેરી ગરમીને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછી કરવામાં સફળતા મળી છે. આ પર્યાવરણીય પહેલને સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ વખાણી રહ્યું છે. એક સમયે ડ્રગ કાર્ટેલ માટે કુખ્યાત રહેલું આ શહેર, હવે તેના અર્બન પ્લાનિંગ અને પર્યાવરણીય સુધારણા માટે વિશ્વભરમાં નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ, શહેરના રસ્તાઓ, નદી કિનારા અને રાહદારી માર્ગો પર વૃક્ષોની સાંકળ બનાવી એક હરિયાળું નેટવર્ક તૈયાર કરાયું છે.