ઊર્જા ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ઓળખ, પાંચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન
ઊર્જા ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ઓળખ, પાંચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન
Published on: 04th June, 2026

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતની ઓળખ વધુ મજબૂત બની છે. PM સૂર્ય ઘર ‘Month of Solar – May 2026’ પહેલ હેઠળ ગુજરાતને પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત આ પુરસ્કારો Category B રાજ્યોમાં ગુજરાતના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અપાયા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા નવી દિલ્હીમાં આ પુરસ્કારો એનાયત કરાયા હતા. ગુજરાતને ગ્રાહક અરજીઓ, રૂફટોપ સોલાર સ્થાપના, નિરીક્ષણ અને વેન્ડર નોંધણી જેવી શ્રેણીઓમાં પ્રથમ સ્થાન મળ્યું છે.