નોકરી ગઈ તો તરત છોડવું પડશે અમેરિકા!
નોકરી ગઈ તો તરત છોડવું પડશે અમેરિકા!
Published on: 09th August, 2026

H-1B Visa ના નવા નિયમ હેઠળ, નોકરી ગુમાવ્યા પછી તરત જ અમેરિકા છોડવું પડી શકે છે. યુએસ સરકાર 60-દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવાનું વિચારી રહી છે, જે હાલમાં નવી નોકરી શોધવા માટે સમય આપે છે. આ દરખાસ્ત ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા રજૂ કરાઈ છે અને વ્હાઇટ હાઉસ (OMB) દ્વારા સમીક્ષા હેઠળ છે. જો અમલમાં મૂકાય તો, વિદેશી કર્મચારીઓને નવી નોકરી શોધવા કે સ્ટેટસ જાળવવા માટે ઓછો સમય મળશે. આ ફેરફાર ભારતીયો પર મોટી અસર કરી શકે છે, જેઓ H-1B વિઝા પર મોટી સંખ્યામાં યુએસમાં કાર્યરત છે.