ઈમરાન ખાનનું ચેકઅપ, સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં પરત
ઈમરાન ખાનનું ચેકઅપ, સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં પરત
Published on: 22nd August, 2026

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોડી રાત્રે 'શિફા-ઈન્ટરનેશનલ હોસ્પિટલ'માં આંખની તકલીફના કારણે તપાસ માટે લઈ જવાયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી. સમર્થકો દ્વારા રોકવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, જેલમાંથી હોસ્પિટલ સુધીના માર્ગો સીલ કરી દેવાયા હતા અને હોસ્પિટલની આસપાસ લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ વ્યવસ્થા ઈસ્લામાબાદના IGP ને સોંપાઈ હતી, જેમાં પોલીસ, સેના, ગુપ્તચર સંસ્થાઓ અને કમાન્ડો ટીમને એલર્ટ પર રખાયા હતા.