પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર.
ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકારણને ધ્યાનમાં રાખતા તેને ભાજપનું એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે આગામી ચૂંટણીના સમીકરણો પર અસર કરી શકે છે.
પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર.
કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ
કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના બની છે. અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં છ લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 8ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં 18ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.
કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા
ભારતમાં 85 ટકા લોકો AI આધારિત ટુલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. AI ટુલ્સ વાપરવામાં ભારતીયોએ USA-જાપાનને પણ પાછળ છોડી દીધા છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ(BCG) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનું ટાઈટલ છે કે, 'ગ્રાહકો AI-સક્ષમ આરોગ્ય સંભાળ માટે તૈયાર છે. આરોગ્ય પ્રણાલીઓને પણ તૈયાર રહેવાની જરૂર છે.' આ રિપોર્ટ 15 દેશોના 13,000થી વધુ લોકોના કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. જેમાં જણાવ્યું છે કે, AI ટુલ્સ વાપરવામાં ભારતનું સ્તર અમેરિકા(50 ટકા), બ્રિટન(40 ટકા) અને જાપાન(34 ટકા)થી ઘણું વધારે છે.
હેલ્થકેર ક્ષેત્રે ભારતનો ‘AI પાવર’: AI ટુલ્સ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ, USA-જાપાનને પણ પાછળ છોડ્યા
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે. જો કે બાદમાં ભાન પડતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'મેં આતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.'
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે જનમેદની વચ્ચે જણાવ્યું હતું કે, 'જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.'
'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ!
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી બુધવાર સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો ઈરાન તેમની ડીલનો સ્વીકાર નહીં કરે, તો આ કરારને આગળ વધારવાની કોઈ સંભાવના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ઉતાવળમાં કોઈ નબળો કે ખરાબ સોદો કરવા માંગતા નથી. CNN મુજબ, પાકિસ્તાનમાં બીજા તબક્કાની મંત્રણા માટે ઈરાન તૈયાર હોવાનું જણાવાયું છે. આ સંભવિત વાટાઘાટો માટે અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે.
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
UPનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4°C.
દેશના અનેક રાજ્યોમાં પારો ૪૪°C ને પાર પહોંચતા કાળઝાળ ગરમી અને 'વૉર્મ નાઇટ્સ'નો પ્રકોપ શરૂ થયો છે. ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ સૌથી ગરમ રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક જિલ્લાઓમાં બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગરમીને કારણે યુપી અને ઝારખંડમાં શાળાઓના સમય બદલાયા છે અને ઓડિશામાં રજા જાહેર કરાઈ છે. હવામાન વિભાગે રાત્રિ દરમિયાન પણ લૂ ફૂંકાવાની ચેતવણી આપી છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
UPનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4°C.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઇસ્લામાબાદ પહોંચશે. ઈરાનના સુપ્રીમ લીડરે શાંતિ વાટાઘાટો માટે મંજૂરી આપી છે, જેમાં પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીનું દબાણ છે. ટ્રમ્પે 22 એપ્રિલ સુધી સમજૂતી ન થાય તો બોમ્બમારો કરવાની ચેતવણી આપી છે. આ બેઠકમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ હાજર રહેશે.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકોટમાં નણંદ-ભાભી એટલે કે રીવાબા જાડેજા અને નયનાબા વચ્ચેની ચૂંટણી જંગ આકર્ષણનું કેન્દ્ર બની છે, જ્યાં બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. બીજી તરફ, વડોદરામાં ધારાસભ્ય કેતન ઈનામદારે બેઠકો બિનહરીફ કરાવવા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન અને ૨૮ એપ્રિલના પરિણામો નક્કી કરશે કે જનતા કયા પક્ષના શાસન પર મહોર મારે છે.
રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા.
વોર્ડ-8: સાસુ 'AAP'માં, વહુ 'ભાજપ'માં, ચૂંટણી જંગ!
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં. 8 ચર્ચામાં છે, જ્યાં સાસુ AAPમાંથી અને વહુ ભાજપમાંથી લડી રહ્યા છે. AAPનાં રેખાબેન અને ભાજપનાં હીનાબેન થરેશા સામસામે છે. સ્થાનિકો પાણી અને ગટર જેવી સમસ્યાઓનો ઉકેલ ઇચ્છે છે. વહુ હીનાબેન કહે છે કે તેઓ ઘરના કામો કરી પ્રચારમાં જાય છે અને સાસુ એમની રીતે લડે છે, પણ અંતે વિકાસ જ મહત્વપૂર્ણ છે. લોકો મહાનગરપાલિકા બન્યા પછી સુવિધાઓથી ખુશ છે.
વોર્ડ-8: સાસુ 'AAP'માં, વહુ 'ભાજપ'માં, ચૂંટણી જંગ!
ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026: ગરમી, વેકેશન અને લગ્ન વચ્ચે મતદાન વધારવું એક પડકાર.
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 એપ્રિલે 40 ડિગ્રી ગરમીમાં મતદાન વધારવું રાજકીય પક્ષો માટે પડકાર છે. ગરમી, વેકેશન અને લગ્નસરા ત્રણ પરિબળો મતદાનને અસર કરી શકે છે. 2021માં 32 ડિગ્રી તાપમાને 49% મતદાન થયું હતું. આ વખતે 40 ડિગ્રીની આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર નાગરિકોને અપીલ કરે છે કે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીને સાર્થક કરીએ.
ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026: ગરમી, વેકેશન અને લગ્ન વચ્ચે મતદાન વધારવું એક પડકાર.
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતા રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા.
RBIએ રૂપિયાની અસ્થિરતાને રોકવા ઓફશોર NON-DELIVERABLE FORWARDS MARKET (NDF)માં ફોરેક્સ ડીલરો પરના નિયંત્રણો હટાવ્યા. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ નિયંત્રણો કાયમ માટે રહેશે નહીં. અધિકૃત ડીલરો હવે રૂપિયા સાથે જોડાયેલા NON-DELIVERABLE DERIVATIVE CONTRACTS ની ઓફર નિવાસી કે બિન-નિવાસી વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત કરવાની જરૂર રહેશે નહીં. તેઓ વપરાશકર્તાને રૂપિયા સાથે સંકળાયેલા કોઈપણ વિદેશી ચલણ DERIVATIVE CONTRACTને ફરીથી બુક કરવાની પણ મંજૂરી આપી શકે છે.
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતા રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા.
મોહન ભાગવતની 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે વિવાદ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મોહન ભાગવતને અપાયેલી 'ઝેડ પ્લસ' સુરક્ષાના ખર્ચ મુદ્દે મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર લાલન કિશોર સિંહની માંગ છે કે આ સુરક્ષાનો માસિક આશરે ₹40 થી 45 લાખનો ખર્ચ સરકારી તિજોરીને બદલે સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલવો જોઈએ. અરજીમાં દલીલ કરાઈ છે કે કરદાતાઓના પૈસાનો આ રીતે ઉપયોગ એ જાહેર ભંડોળનો દુરુપયોગ છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને ટાંકીને આ મામલે તાત્કાલિક વસૂલાતની માંગ કરાઈ છે.
મોહન ભાગવતની 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે વિવાદ.
મુંબઈ ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારના સાર્વજનિક શૌચાલયોની સફાઈ માટે 2 કરોડના ખર્ચે પાંચ નવા આધુનિક વાહનો ખરીદવાનો નિર્ણય લીધો છે. જૂના વાહનોની આઠ વર્ષની મર્યાદા પૂર્ણ થતા ટૂંક સમયમાં નવા વાહનો કાફલામાં સામેલ થશે, જેનાથી સ્વચ્છતા અભિયાન વધુ કાર્યક્ષમ બનશે. જોકે, મુંબઈના વિશાળ વિસ્તારને જોતા માત્ર પાંચ વાહનો અપૂરતા હોવાથી, દરેક વહીવટી વોર્ડ દીઠ એક અલગ વાહન ફાળવવાની માંગ પણ ઉઠી છે, જેથી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.
મુંબઈ ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
DRI દ્વારા મુંબઈમાં આશરે 209 કરોડના કલીંગડ બીજ, વટાણા અને Chinese ફટાકડા જપ્ત.
DRIએ ન્હાવા શેવા બંદર પર કાર્યવાહી કરી 139 કરોડના કલીંગડ બીજ અને વટાણાની દાણચોરી પકડી, ડાયરેક્ટરની ધરપકડ થઈ. બીજા કેસમાં 70 કરોડના Chinese ફટાકડા જપ્ત કર્યા. તુવેર દાળની આડમાં કલીંગડ બીજ તાન્ઝાનિયા અને સુદાનથી મંગાવ્યા હતા. "ઓપરેશન પાયરો હિસ્ટ"માં 70 મે.ટન ફટાકડા મળ્યા. કન્ટેઈનરોમાંથી માલ બદલતી વખતે આરોપી પકડાયા.
DRI દ્વારા મુંબઈમાં આશરે 209 કરોડના કલીંગડ બીજ, વટાણા અને Chinese ફટાકડા જપ્ત.
ઉત્તન-વિરાર સીલિન્ક દ્વારા નરિમાન પોઈંટથી સીધા વિરાર-પાલઘર
મુંબઈના નરિમાન પોઈન્ટથી વિરાર-પાલઘર સુધીના પ્રવાસને ઝડપી બનાવવા રાજ્ય સરકારે ૫૫.૧૨ કિલોમીટર લાંબા 'ઉત્તન-વિરાર સીલિન્ક' પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ ૮ લેનનો સીલિન્ક અટલ સેતુથી પણ લાંબો હશે, જેના માટે મે ૨૦૨૬થી ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. અંદાજે ₹૫૮,૭૫૪ કરોડના ખર્ચે બનનારા આ રોડથી ૯૦ મિનિટની મુસાફરી માત્ર ૩૦-૪૦ મિનિટમાં પૂર્ણ થશે. જોકે, આ પ્રોજેક્ટના કારણે ૧૦૦ હેક્ટર મેન્ગ્રોવ્ઝને અસર થશે. આ સીલિન્ક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઉત્તન-વિરાર સીલિન્ક દ્વારા નરિમાન પોઈંટથી સીધા વિરાર-પાલઘર
મહારાષ્ટ્રમાં ગેસની અછત અંગે ચિંતા.
ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકોની ચેષ્ટા.
રાજકોટની ઈનોવેટિવ સ્કૂલના સંચાલકો દ્વારા ભાજપના પ્રચાર માટે શિક્ષિકાઓના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરવાની શરમજનક ઘટના સામે આવી છે. સંચાલક નિરેન જાની અને અન્ય ભાગીદારોએ શિક્ષિકાઓના ફોન જમા કરાવી, તેમની જાણ બહાર અજાણ્યા લોકો અને વાલીઓને ચૂંટણી પ્રચારના મેસેજ મોકલ્યા હતા. આ હલકી કક્ષાની રાજનીતિથી સ્તબ્ધ થયેલી શિક્ષિકાઓને મૌન રહેવા દબાણ કરાયું હતું. ભાજપના ઉમેદવાર સાથે ધંધાકીય ભાગીદારી હોવાને કારણે મહિલા કર્મચારીઓની ગોપનીયતાના ભોગે આ પ્રકારે પ્રચાર કરવામાં આવતા વાલીઓ અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકોની ચેષ્ટા.
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
ભારતીય કંપનીઓએ વિદેશથી માલ ખરીદવા માટે તેમની ચુકવણી વ્યૂહરચના બદલી છે. તેઓ હવે ચીનના ચલણ, યુઆનને યુએસ ડોલર કરતાં વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. તાજેતરમાં, ભારતીય કંપનીઓએ ઈરાનથી તેલ ખરીદી માટે પણ યુઆનમાં ચૂકવણી કરી હતી. હવે, ચીનથી આયાત માટે ચૂકવણી પણ યુઆનમાં કરવામાં આવી રહી છે. હકીકતમાં, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
CJIને Digital Arrest બાબતે ચિંતા, દેશમાં વધી રહેલા ડીજીટલ એરેસ્ટના કિસ્સાઓ.
દેશમાં ડીજીટલ એરેસ્ટના ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં નિવૃત્ત બેંક અધિકારીઓ અને શિક્ષકો ભોગ બની રહ્યા છે. મીડિયામાં સમાચાર આવતા હોવા છતાં અને કાયદામાં જોગવાઈ ન હોવા છતાં લોકો છેતરાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે, CJI સૂર્યકાંતે પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી. Digital Arrest ના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
CJIને Digital Arrest બાબતે ચિંતા, દેશમાં વધી રહેલા ડીજીટલ એરેસ્ટના કિસ્સાઓ.
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
ગત વર્ષે ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલ ટેરિફ પરત કરવાની કામગીરી શરૂ, કાયદાકીય જટિલતાથી વિલંબ થઈ શકે છે. 20 ફેબ્રુઆરી, 2025થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરાયા હતા, જેની સામે અમેરિકન કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ નિર્ણય લેવાયો, અને ટેરિફ ગેરકાયદે ઠેરવી પરત કરવાનો આદેશ અપાયો. આયાતકારો માટે ઓટોમેટેડ કોમર્શિયલ એન્વાર્નમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરાયું છે, જેનાથી ક્લેઈમ ફાઈલિંગ સરળ બનશે.
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
MSME નિકાસકારો માટે સારા સમાચાર: વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટ મળશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે MSME નિકાસકારો માટે સેમિનાર યોજાયો, જેમાં વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર અને સરકારી યોજનાઓના લાભો વિશે માર્ગદર્શન અપાયું. ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટની જાહેરાત કરવામાં આવી. ECGC અને DGFT દ્વારા નિકાસકારોને રાહત યોજનાઓ અને વીમા કવચની માહિતી આપવામાં આવી. નિકાસકારોને કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક સામે રક્ષણ મેળવવા ECGCની સેવાઓનો લાભ લેવા જણાવ્યું.
MSME નિકાસકારો માટે સારા સમાચાર: વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટ મળશે.
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ આશરે 13% રહેવાનો અંદાજ છે, જે અર્થતંત્ર માટે સારો સંકેત છે.
કેપેક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગને લીધે 2026ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13% રહેવાનો અંદાજ છે. બેંકોના જણાવ્યા અનુસાર, FICCI અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સર્વે મુજબ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન ઔદ્યોગિક ધિરાણમાં 9 થી 13% નો વધારો થઈ શકે છે, જે સ્થિર રહેશે. મૂડી ખર્ચમાં વધારો અને માંગને કારણે વિકાસ થશે.
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ આશરે 13% રહેવાનો અંદાજ છે, જે અર્થતંત્ર માટે સારો સંકેત છે.
તમિલનાડુમાં ₹1,200 કરોડ+ રોકડ-સોનું અને ફ્રીબીઝ જપ્ત
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે ₹૧,૨૦૦ કરોડથી વધુની રોકડ, સોનું અને નશીલા પદાર્થો જપ્ત કરી મોટી કાર્યવાહી કરી છે. બીજી તરફ, ૧૮ એપ્રિલે વડાપ્રધાન મોદીના મહિલા અનામત બિલ અંગેના સંબોધનને લઈને નવો વિવાદ સર્જાયો છે. ૭૦૦થી વધુ પૂર્વ અમલદારો અને નાગરિકોએ ચૂંટણી પંચને પત્ર લખીને આ પ્રસારણને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે. ફરિયાદ મુજબ, સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ પક્ષપાતી પ્રચાર સમાન છે, તેથી અન્ય પક્ષોને પણ સમાન સમય આપવાની માગણી કરવામાં આવી છે.
તમિલનાડુમાં ₹1,200 કરોડ+ રોકડ-સોનું અને ફ્રીબીઝ જપ્ત
આપ હવાલા કાંડ: આકાશ મિશ્રા ગુજરાત AAPના મોટા નેતાઓ સાથે સંપર્કમાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચે આપના હવાલા કાંડમાં આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તેના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સ, વોટ્સએપ ચેટ અને કોલની તપાસ ચાલુ છે. પોલીસને શંકા છે કે દિલ્હીથી આવેલા રૂપિયા ચૂંટણી પ્રચાર માટે હતા. આ કેસમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ સામેલ થશે. આ પોલિટિકલ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું કહેવાય છે, જે પનીર વેપારી તરીકે ઓળખ આપતો હતો.
આપ હવાલા કાંડ: આકાશ મિશ્રા ગુજરાત AAPના મોટા નેતાઓ સાથે સંપર્કમાં.
સવાયા જાપાની સુગિહારા યહૂદીઓના મસીહા.
યુદ્ધમાં માનવતા અને નૈતિકતાનું શું મહત્ત્વ? જર્મન ઉદ્યોગપતિ ઓસ્કાર સિન્ડલરની જેમ ચીઉને સુગિહારાએ હજારો યહૂદીઓને બચાવ્યા. જાપાની ડિપ્લોમેટ સુગિહારાએ સરકારના આદેશને અવગણીને યહૂદીઓને ટ્રાન્ઝિટ વિઝા આપ્યા. તેમણે રોજ 18-20 કલાક કામ કરીને વિઝા લખ્યા અને અંદાજે 6000 નિર્દોષોને બચાવ્યા. ઇઝરાયેલે તેમને ‘Righteous Among the Nations’ તરીકે સન્માનિત કર્યા. આજે લોસ એન્જલસમાં તેમની પ્રતિમા છે.
સવાયા જાપાની સુગિહારા યહૂદીઓના મસીહા.
બ્યુટી ક્વીનનો તાજ ઉતારી સેનામાં જોડાઈ.
ગ્લેમર છોડી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બનેલી કશિશ મેથવાણીએ 'મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા'ના તાજને બદલે દેશસેવાને પ્રાધાન્ય આપી નવી પેઢી માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીજી તરફ, મહારાષ્ટ્રના બેલા ગામની મહિલા સરપંચ શારદા ગાયધનેએ વૃક્ષારોપણ અને સૌર ઉર્જા દ્વારા ગામને દેશનું પ્રથમ 'નેટ-ઝીરો કાર્બન વિલેજ' બનાવ્યું છે. આ ઉપરાંત, અંધ સ્વિમર ઈશ્વરી પાંડેએ પાલ્ક સ્ટ્રેઈટ પાર કરી ઇતિહાસ રચ્યો છે, જ્યારે આંધ્રપ્રદેશની શ્રીલક્ષ્મીએ મહાકાય બળદોને પ્રેમથી વશ કરી પશુપાલન અને સાહસિક રમત ક્ષેત્રે સ્ત્રીશક્તિનો પરચો આપ્યો છે.
બ્યુટી ક્વીનનો તાજ ઉતારી સેનામાં જોડાઈ.
FBI દ્વારા 12 વર્ષથી પીછો: $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીના આક્ષેપો અને સંઘર્ષ.
ભાસ્કર સવાણીએ FBI દ્વારા તેમની સાથે થયેલ વર્તનની વાત કરી. 2018માં તેમની ડેન્ટલ ઑફિસ પર દરોડા, ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા, તથા રેકેટિંગનો આરોપ લગાવ્યો. તેઓ ગુજરાતી હોવાથી હેરાન કરાયા અને પગમાં GPS ટ્રેકર લગાવાયું. H1B વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ તથા અન્ય આરોપો લાગ્યા. રૂમ પાર્ટનર સાથેના વિવાદો અને ખોટા આક્ષેપો, તેમજ તુલસી ગબાર્ડને સપોર્ટ કરવાથી પોલિટિકલ ટાર્ગેટિંગ થયું હોવાનું સવાણી માને છે. ગુજરાતીઓમાં એકતાના અભાવે મુશ્કેલી વધી હોવાનું જણાવ્યું.