નેપાળ જેવી તબાહીનો ભારતમાં ખતરો
નેપાળ જેવી તબાહીનો ભારતમાં ખતરો
Published on: 29th August, 2026

નેપાળમાં હિમશિખર પીગળવાથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે ભારતમાં પણ ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. International Centre for Integrated Mountain Development (ICIMOD)ના અહેવાલો મુજબ, હિમાલયના ઝડપથી પીગળતા હિમશિખરો અને તેનાથી સર્જાઈ શકે તેવા જોખમ અંગે ચેતવણી અપાઈ છે. 10 હેક્ટરથી મોટા અનેક ગ્લેશિયર સરોવરો જોખમ હેઠળ છે. હિમશિખરો પીગળવાથી સરોવરોમાં પાણી વધતા ફાટવાની અને વિનાશક પૂર (GLOF) આવવાની શક્યતા છે. ભારતીય હિમાલય વિસ્તારના 130 ગ્લેશિયર સરોવરો અત્યંત જોખમી છે, જે નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલ અને માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડી શકે છે.