ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પર જોખમ: ટ્રમ્પના જમાઈ કુશ્નર પાકિસ્તાન જવા રવાના, પણ ઈરાને મોઢું ફેરવ્યું!
ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પર જોખમ: ટ્રમ્પના જમાઈ કુશ્નર પાકિસ્તાન જવા રવાના, પણ ઈરાને મોઢું ફેરવ્યું!
Published on: 25th April, 2026

દુનિયાભરના બજારોને હચમચાવી નાખનાર અને હજારો લોકોનો ભોગ લેનાર જંગને રોકવા માટે ફરી એકવાર રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતો આજે પાકિસ્તાન જવા રવાના થઈ રહ્યા છે. જોકે, બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અમેરિકી અધિકારીઓ સાથે સીધી મુલાકાત નહી કરે. અમેરિકા તરફથી રાષ્ટ્રપ્રમુખના ખાસ દૂધ સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર શનિવારે સવારે પાકિસ્તાન પહોંચશે. જરૂર પડ્યે ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પણ જોડાય તેવી શક્યતા છે. તો બીજી તરફ ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી શુક્રવારે જ ઇસ્લામાબાદ પહોંચી ગયા છે.