ઉત્તર કોરિયાએ એવી મિસાઈલ છોડી કે અમેરિકા-જાપાન પણ હચમચી ગયા
ઉત્તર કોરિયાએ એવી મિસાઈલ છોડી કે અમેરિકા-જાપાન પણ હચમચી ગયા
Published on: 21st September, 2026

કિમ જોંગના ઉત્તર કોરિયાએ શનિવારે પૂર્વ કિનારેથી બે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું, જેના પગલે કોરિયન પ્રાયદ્વીપમાં ફરી તણાવ વધ્યો છે. આ અઠવાડિયામાં બીજું પરીક્ષણ હતું. મિસાઈલોએ અનુક્રમે 450 કિલોમીટર અને 600 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હતું. એક મિસાઈલ જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ) સુધી પહોંચતા પહેલા સમુદ્રમાં પડી. આ ઘટનાને પગલે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા સતર્ક થયા છે અને તેમણે ઉત્તર કોરિયાની આ કાર્યવાહીનો સખત વિરોધ નોંધાવ્યો છે. આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવોનું ઉલ્લંઘન છે.