US-ઇરાન તકરારથી હોર્મુઝમાં ટેન્શન વધતા ઇંધણના ભાવમાં ભડકો.
હોર્મુઝ જળસંધિ મુદ્દે અસહમતી અને US નાકાબંધીના પ્રયાસોથી ઈરાની જહાજો કબજે કરાઈ રહ્યા છે, જ્યારે ઈરાન દ્વારા US નેવી પર ડ્રોન હુમલાની ખબર છે. યુદ્ધ અને તણાવ વધતા બ્રેન્ટ ક્રૂડ 6% અને WTI ક્રૂડમાં 7%નો વધારો થયો છે. ટ્રમ્પે હોર્મુઝમાં US નાકાબંધી ચાલુ રાખતા તેહરાને ગોળીબારી કરી અને USએ ઈરાની જહાજ જપ્ત કર્યું, જેનાથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે.
US-ઇરાન તકરારથી હોર્મુઝમાં ટેન્શન વધતા ઇંધણના ભાવમાં ભડકો.
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પને ઝટકો આપતો સર્વે, 62 ટકા અમેરિકન સ્વભાવ અને કામકાજથી નાખુશ
અમેરિકામાં હાલમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યશૈલી અને સ્વભાવને લઈને અમેરિકન નાગરિકોમાં ચિંતા વધતી જઈ રહી છે. Reuters અને Ipsosના સંયુક્ત સર્વેમાં એ વાત સામે આવી છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના સ્વભાવ અને નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે 62% અમેરિકન ટ્રમ્પના કામકાજથી ખુશ નથી. જેમાં તેમની પાર્ટીના કેટલાક રિપબ્લિકન પણ સામેલ છે, જે તેમના સ્વભાવ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ 36% પર જળવાઈ રહ્યું છે.
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પને ઝટકો આપતો સર્વે, 62 ટકા અમેરિકન સ્વભાવ અને કામકાજથી નાખુશ
ટ્રમ્પે કહ્યું: '..હવે આગળ નહીં વધે સીઝફાયર', ઈરાન પર ફરી હુમલો કરવાની પેરવીમાં અમેરિકા
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીઝફાયર ખત્મ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સંકેતો મળી રહ્યા છે કે, યુ.એસ. અને ઈરાન બંનેના ડેલિગેશન સીઝફાયરની વાટાઘાટો માટે પાકિસ્તાન જશે. એક રિપોર્ટ મુજબ, બે અધિકારીએ ઓળખ ન બતાવવાની શરતે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાન જશે. અમેરિકા અને ઈરાનની વાટાઘાટોના સમયની સાર્વજનિક રીતે પુષ્ટિ કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારની જાણકારી સામે આવી છે.
ટ્રમ્પે કહ્યું: '..હવે આગળ નહીં વધે સીઝફાયર', ઈરાન પર ફરી હુમલો કરવાની પેરવીમાં અમેરિકા
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી બુધવાર સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો ઈરાન તેમની ડીલનો સ્વીકાર નહીં કરે, તો આ કરારને આગળ વધારવાની કોઈ સંભાવના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ઉતાવળમાં કોઈ નબળો કે ખરાબ સોદો કરવા માંગતા નથી. CNN મુજબ, પાકિસ્તાનમાં બીજા તબક્કાની મંત્રણા માટે ઈરાન તૈયાર હોવાનું જણાવાયું છે. આ સંભવિત વાટાઘાટો માટે અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે.
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઇસ્લામાબાદ પહોંચશે. ઈરાનના સુપ્રીમ લીડરે શાંતિ વાટાઘાટો માટે મંજૂરી આપી છે, જેમાં પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીનું દબાણ છે. ટ્રમ્પે 22 એપ્રિલ સુધી સમજૂતી ન થાય તો બોમ્બમારો કરવાની ચેતવણી આપી છે. આ બેઠકમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ હાજર રહેશે.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
ભારતીય કંપનીઓએ વિદેશથી માલ ખરીદવા માટે તેમની ચુકવણી વ્યૂહરચના બદલી છે. તેઓ હવે ચીનના ચલણ, યુઆનને યુએસ ડોલર કરતાં વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. તાજેતરમાં, ભારતીય કંપનીઓએ ઈરાનથી તેલ ખરીદી માટે પણ યુઆનમાં ચૂકવણી કરી હતી. હવે, ચીનથી આયાત માટે ચૂકવણી પણ યુઆનમાં કરવામાં આવી રહી છે. હકીકતમાં, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
ગત વર્ષે ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલ ટેરિફ પરત કરવાની કામગીરી શરૂ, કાયદાકીય જટિલતાથી વિલંબ થઈ શકે છે. 20 ફેબ્રુઆરી, 2025થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરાયા હતા, જેની સામે અમેરિકન કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ નિર્ણય લેવાયો, અને ટેરિફ ગેરકાયદે ઠેરવી પરત કરવાનો આદેશ અપાયો. આયાતકારો માટે ઓટોમેટેડ કોમર્શિયલ એન્વાર્નમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરાયું છે, જેનાથી ક્લેઈમ ફાઈલિંગ સરળ બનશે.
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
MSME નિકાસકારો માટે સારા સમાચાર: વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટ મળશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે MSME નિકાસકારો માટે સેમિનાર યોજાયો, જેમાં વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર અને સરકારી યોજનાઓના લાભો વિશે માર્ગદર્શન અપાયું. ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટની જાહેરાત કરવામાં આવી. ECGC અને DGFT દ્વારા નિકાસકારોને રાહત યોજનાઓ અને વીમા કવચની માહિતી આપવામાં આવી. નિકાસકારોને કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક સામે રક્ષણ મેળવવા ECGCની સેવાઓનો લાભ લેવા જણાવ્યું.
MSME નિકાસકારો માટે સારા સમાચાર: વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટ મળશે.
સવાયા જાપાની સુગિહારા યહૂદીઓના મસીહા.
યુદ્ધમાં માનવતા અને નૈતિકતાનું શું મહત્ત્વ? જર્મન ઉદ્યોગપતિ ઓસ્કાર સિન્ડલરની જેમ ચીઉને સુગિહારાએ હજારો યહૂદીઓને બચાવ્યા. જાપાની ડિપ્લોમેટ સુગિહારાએ સરકારના આદેશને અવગણીને યહૂદીઓને ટ્રાન્ઝિટ વિઝા આપ્યા. તેમણે રોજ 18-20 કલાક કામ કરીને વિઝા લખ્યા અને અંદાજે 6000 નિર્દોષોને બચાવ્યા. ઇઝરાયેલે તેમને ‘Righteous Among the Nations’ તરીકે સન્માનિત કર્યા. આજે લોસ એન્જલસમાં તેમની પ્રતિમા છે.
સવાયા જાપાની સુગિહારા યહૂદીઓના મસીહા.
FBI દ્વારા 12 વર્ષથી પીછો: $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીના આક્ષેપો અને સંઘર્ષ.
ભાસ્કર સવાણીએ FBI દ્વારા તેમની સાથે થયેલ વર્તનની વાત કરી. 2018માં તેમની ડેન્ટલ ઑફિસ પર દરોડા, ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા, તથા રેકેટિંગનો આરોપ લગાવ્યો. તેઓ ગુજરાતી હોવાથી હેરાન કરાયા અને પગમાં GPS ટ્રેકર લગાવાયું. H1B વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ તથા અન્ય આરોપો લાગ્યા. રૂમ પાર્ટનર સાથેના વિવાદો અને ખોટા આક્ષેપો, તેમજ તુલસી ગબાર્ડને સપોર્ટ કરવાથી પોલિટિકલ ટાર્ગેટિંગ થયું હોવાનું સવાણી માને છે. ગુજરાતીઓમાં એકતાના અભાવે મુશ્કેલી વધી હોવાનું જણાવ્યું.
FBI દ્વારા 12 વર્ષથી પીછો: $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીના આક્ષેપો અને સંઘર્ષ.
UAEની અમેરિકન ડોલર છોડી, યુઆનમાં વ્યાપાર શરૂ કરવાની ચેતવણી, અમેરિકાની નીતિઓથી નારાજ.
યુએઈ અમેરિકાની આક્રમક નીતિઓથી પ્રાદેશિક નાણાકીય સ્થિરતા જોખમમાં હોવાનો દાવો કરે છે. ખાડી યુદ્ધના લીધે યુએઈની નાણાકીય સ્થિતિ કથળી છે. અમેરિકન ડોલરની કમી અનુભવાઈ તો યુએઈ ઓઇલ-ગેસના વ્યવહાર ચીનના ચલણ યુઆન અને અન્ય ચલણમાં શરૂ કરવાની ચેતવણી આપે છે. આ યુદ્ધ માટે યુએઈએ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા.
UAEની અમેરિકન ડોલર છોડી, યુઆનમાં વ્યાપાર શરૂ કરવાની ચેતવણી, અમેરિકાની નીતિઓથી નારાજ.
ભારત-કોરીયા વેપાર: 2030 સુધીમાં 50 Billion Dollar સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક.
દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગના ભારતના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં 2030 સુધીમાં ભારત અને કોરિયા વચ્ચેનો કારોબાર 50 Billion Dollar સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. બંને દેશો ક્રિટિકલ ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનમાં સહયોગ વધારશે, ભારતમાં કોરીયન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપની સ્થાપના કરાશે તેમજ AI, સેમીકંડક્ટર અને ITમાં ભાગીદારી કરશે. હાલમાં આ કારોબાર 27 Billion Dollarનો છે.
ભારત-કોરીયા વેપાર: 2030 સુધીમાં 50 Billion Dollar સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક.
હોર્મુઝની ખાડીમાં તંગદિલી વચ્ચે US-ઈરાન વિવાદ ચરમસીમાએ.
અમેરિકાએ ઈરાની જહાજનો કબજો લેતા ઈરાન ભડક્યું. જિનપિંગની એન્ટ્રીથી નાકાબંધી મુદ્દે ચર્ચા થઈ, હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાવ્યો. ઈરાનનો USના જહાજ પર ડ્રોન હુમલો અને વળતા હુમલાની ચેતવણીથી તણાવ વધ્યો. યુદ્ધમાં પહેલીવાર અમેરિકાએ ઈરાની જહાજ પકડતા પરિસ્થિતિ ગંભીર બની, વાટાઘાટો પડી ભાંગી.
હોર્મુઝની ખાડીમાં તંગદિલી વચ્ચે US-ઈરાન વિવાદ ચરમસીમાએ.
અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં!
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર લેન્ડ થયું છે, પરંતુ ઈરાને આ બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અલજઝીરાના રિપોર્ટ અને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બઘઈના નિવેદન મુજબ, હાલમાં અમેરિકા સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી અને ભવિષ્યમાં પણ ક્યારે વાત થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં!
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
PM નરેન્દ્ર મોદીએ આજે (20 એપ્રિલ) નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે MOU કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું.
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
જાપાનના ઉત્તર-પૂર્વ તટ પર સોમવારે 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે તંત્ર દ્વારા તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તટીય વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઇવાતે, આઓમોરી અને હોકાઈડોમાં 3 મીટર સુધી ઊંચી સુનામી લહેરો આવવાની આશંકા છે.
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદને કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય, તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજીત ડોભાલે સાઉદીના ઉર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અજીત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમા પર છે.
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં પહોંચ્યા અજિત ડોભાલ.
ઈરાનના સત્તાપલટો?
સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના કાર્ગો જહાજ પર અમેરિકાએ કરેલા હુમલાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ હુમલા બાદ ઈરાનની અંદર કૂટનીતિક ટીમોને સાઈડલાઈન કરી દેવામાં આવી છે અને IRGCના કટ્ટરપંથી કમાન્ડરોએ દેશના મહત્વના નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, IRGCના કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી હવે ઈરાનના મુખ્ય નિર્ણયકર્તા બની ગયા છે. અત્યાર સુધી અમેરિકા સાથે નરમ વલણ અપનાવતા વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કિનારે કરી દેવાયા છે. વાહિદી અને તેમની ટીમે સ્પષ્ટતા કરી છે કે, US સાથેની કોઈપણ શાંતિ વાટાઘાટો હાલમાં મુલતવી રાખવામાં આવી છે.
ઈરાનના સત્તાપલટો?
સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે દક્ષિણ લેબેનોનમાં 'બફર ઝોન'નો નકશો જાહેર કર્યો
ઇઝરાયલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં 'બફર ઝોન' બનાવવા માટે એક નવો નકશો જાહેર કર્યો છે, જે લેબેનોન સરહદની અંદર કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ નકશામાં ભૂમધ્ય સમુદ્રથી લઈને સીરિયાની સરહદ પાસે આવેલા માઉન્ટ હરમોન સુધીની એક લાંબી પટ્ટી દર્શાવવામાં આવી છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ અને સંરક્ષણમંત્રી ઇઝરાયલ કોટ્ઝે સ્પષ્ટ કર્યું છે કે કામચલાઉ સીઝફાયર લાગુ હોવા છતાં, ઇઝરાયલી સૈનિકો આ વિસ્તારમાંથી પાછા હટશે નહીં. સંરક્ષણમંત્રીએ વધુમાં ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં આવેલા ઘરો અને ઈમારતોને તોડી પાડવામાં આવશે અને જે પણ વ્યક્તિ હિઝબુલ્લાહ સાથે જોડાયેલી જણાશે તેને ઠાર કરવામાં આવશે.
સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે દક્ષિણ લેબેનોનમાં 'બફર ઝોન'નો નકશો જાહેર કર્યો
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા HIGH COMMISSIONER.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા HIGH COMMISSIONER બન્યા. તેઓ પ્રણય વર્માનું સ્થાન લેશે. દિનેશ ત્રિવેદીનો પરિવાર કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનો વતની છે. તેઓ ભૂતકાળમાં કેન્દ્રીય રેલ મંત્રી રહી ચૂક્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય ફેરફારો પછી તેમની નિમણૂક મહત્વપૂર્ણ છે. તેઓ 2009 થી 2019 સુધી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ગાંધીધામમાં રેલ્વે કોચ ફેક્ટરી બનાવવા માંગતા હતા. આ નિમણૂક રાજકીય અને રાજદ્વારી રીતે મહત્વની છે.
કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા HIGH COMMISSIONER.
હોર્મુઝમાં જંગના એંધાણ: Trumpના આદેશથી અમેરિકાએ જહાજ જપ્ત કર્યું, ઈરાન વળતો જવાબ આપશે.
પશ્ચિમ એશિયાના હોર્મુઝ જળમાર્ગમાં સ્થિતિ સ્ફોટક; Trumpના આદેશથી US Navyએ ઈરાની જહાજ TOUSKA જપ્ત કર્યું, જેણે અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચેતવણી છતાં જહાજ ન રોકાતા બળપૂર્વક કબજે કરાયું, હાલમાં જહાજ US મરીનના નિયંત્રણમાં છે અને ઈરાને વળતો જવાબ આપવાની વાત કરી છે.
હોર્મુઝમાં જંગના એંધાણ: Trumpના આદેશથી અમેરિકાએ જહાજ જપ્ત કર્યું, ઈરાન વળતો જવાબ આપશે.
ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
ભારત અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2025 માં થયેલી RCLOS સમજૂતી મુજબ, બંને દેશો એકબીજાના વિસ્તારોમાં 3,000 સૈનિકો, નેવી યુદ્ધ જહાજ અને વિમાન તૈનાત કરી શકશે. આ કરાર ભારતના Russian મૂળના સૈન્ય ઉપકરણોના maintenance અને repairing માટે ઉપયોગી થશે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં આ સમજૂતીને મંજૂરી આપી.
ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
ઇરાન માટે શસ્ત્રોના સોદામાં સંડોવાયેલી ઈરાની મહિલાની અમેરિકામાં ધરપકડ.
ઈરાની મૂળની મહિલાની લોસ એન્જેલસ એરપોર્ટ પરથી ધરપકડ, ઇરાન માટે શસ્ત્રોના સોદાનો આરોપ. શમિમ માફીએ મોહજેર-૬ drone, બોમ્બ ફ્યુઝ, દારૂગોળા માટે 7 કરોડ ડોલરના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાનો આરોપ છે. આ હથિયારોનો ઉપયોગ સુદાનમાં ગૃહયુદ્ધમાં થવાનો હતો. મહિલા ઈરાનના જાસૂસી અને સુરક્ષા મંત્રાલયના સંપર્કમાં હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ઇરાન માટે શસ્ત્રોના સોદામાં સંડોવાયેલી ઈરાની મહિલાની અમેરિકામાં ધરપકડ.
મલેશિયામાં ભીષણ આગ: 1000 મકાનો બળીને ખાક, 9000 લોકો બેઘર થયા.
મલેશિયાના સબાહ રાજ્યના સંડાકન જિલ્લામાં આગ લાગવાથી 1000 મકાનો બળી ગયા, 9000થી વધુ લોકો બેઘર થયા. આ ઘટના સબાહના સંડાસન જિલ્લામાં આવેલા વોટર વિલેજમાં બની હતી. ફાયર ડિપાર્ટમેન્ટને રાતે 1.32 કલાકે આગની માહિતી મળી હતી. જિમ્મી લગુંગે જણાવ્યું કે પવનો અને ઘરની નિકટતાને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. સબાહના લાકડીના ઘરો ધરાવતા ગામોમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિ થઈ નથી.
મલેશિયામાં ભીષણ આગ: 1000 મકાનો બળીને ખાક, 9000 લોકો બેઘર થયા.
ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક.
સોમવારે અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચશે, જ્યાં ઈરાન સાથેના દ્વિપક્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે બીજા તબક્કાની તકનીકી સ્તરની વાતચીત થશે તેવી ટ્રમ્પે કરી છે. ટ્રમ્પે કહ્યું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. તેઓ જલ્દી અને સરળતાથી નમી જશે અને જો તેઓ સમજૂતી નહીં કરે, તો જે કરવું જરૂરી છે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા 47 વર્ષોમાં બાકીના રાષ્ટ્ર પ્રમુખોઓએ કરવું જોઈતું હતું. હવે સમય આવી ગયો છે કે ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે!
ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક.
પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર.
ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકારણને ધ્યાનમાં રાખતા તેને ભાજપનું એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે આગામી ચૂંટણીના સમીકરણો પર અસર કરી શકે છે.
પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર.
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મહત્ત્વની ઘટના સામે આવી છે. સુરક્ષા દળોએ બે અમેરિકન નાગરિકોને તેમની પાસે પ્રતિબંધિત સેટેલાઈટ ફોન હોવા બદલ અટકાયતમાં લીધા છે. એરપોર્ટ પર સ્ક્રિનિંગ દરમિયાન આ સાધન મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર, આ બંને અમેરિકન નાગરિકો જ્યારે એરપોર્ટ પરથી રવાના થવાની તૈયારીમાં હતા ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેમના સામાનમાંથી સેટેલાઈટ ફોન મળી આવ્યો હતો.