PoKમાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર: 58 નાગરિકોના મોત
PoKમાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર: 58 નાગરિકોના મોત
Published on: 05th July, 2026

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં પાકિસ્તાન સરકાર અને સૈન્ય સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના 27માં દિવસે પરિસ્થિતિ વધુ વણસી. જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના આહવાન પર લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. PoKના અનેક શહેરોમાં સંપૂર્ણ હડતાળ અને બજારો બંધ રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનથી આઝાદીના નારા લગાવ્યા હતા. પાકિસ્તાની સેના અને રેન્જર્સે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકો ઘાયલ થયા. 5 જૂનથી ઈન્ટરનેટ બંધ કરીને શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 58 લોકોના મોત થયા છે. લોકો આઝાદી અને ઇન્કલાબના નારા લગાવી રહ્યા છે.