ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં હસ્તાક્ષર
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં હસ્તાક્ષર
Published on: 12th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે સમજૂતી સંબંધિત મુદ્દાઓને મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહે યુરોપમાં પીસ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે. સમજૂતી બાદ હોર્મુઝની સામુદ્રધુની ખોલી દેવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ ડીલ સાથે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, તેમણે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.