રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા: "અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું"
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા: "અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું"
Published on: 04th October, 2026

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઘાતક બન્યું છે. રશિયાએ કિવ સહિત મોટા શહેરો પર હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને કિવમાં રહેતા વિદેશી નાગરિકો તથા એમ્બેસીના કર્મચારીઓને તાત્કાલિક છોડી દેવા ચેતવણી આપી છે. જોકે, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા કરીને પુતિનના યુદ્ધ મશીનને જડબાતોડ જવાબ આપશે. રશિયાનો આક્ષેપ છે કે યુક્રેનિયન સેના 'આતંકવાદી હુમલા' કરી રહી છે. ઝેલેન્સ્કીએ એવો પણ દાવો કર્યો છે કે પુતિન શાળાઓ અને હોસ્પિટલો પર હુમલા કરીને લોકોને હિજરત કરવા મજબૂર કરશે.