બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાકિબ અલ હસનના ઘર પર બોમ્બ હુમલો
બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાકિબ અલ હસનના ઘર પર બોમ્બ હુમલો
Published on: 06th August, 2026

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ સાંસદ શાકિબ અલ હસનના મગુરા સ્થિત ઘર પર કેટલાક કટ્ટરપંથી જૂથો દ્વારા પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના નવી દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં શાકિબ અલ હસનની હાજરીના થોડા કલાકો બાદ બની હતી. હુમલાખોરોએ ઘર પર ઇંટો ફેંકી, બારીઓ તોડી નાખી અને આગ લગાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.