વાઇબ્રન્ટ કોન્ફરન્સ: GI ટેગ, નવી સ્માર્ટ GIDC અને વૈશ્વિક ભાગીદારી.
સુરત ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં CM ભૂપેન્દ્ર પટેલે કટ ડાયમંડ માટે GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની જાહેરાત કરી. જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો બન્યા, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે લઈ જશે.
વાઇબ્રન્ટ કોન્ફરન્સ: GI ટેગ, નવી સ્માર્ટ GIDC અને વૈશ્વિક ભાગીદારી.
અમેરિકાથી આવશે અબજો ડોલર!
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ ઝિંકીને અઢળક નાણાં મેળવી લીધા હતા, જોકે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરીને ટેરિફ પરત આપી દેવાનો આદેશ કર્યા બાદ હવે રિફંડ કરવાની પ્રક્રિયા આગળ વધી છે. આ પ્રક્રિયા મુજબ હવે ટુંક સમયમાં ભારત સહિતના દેશોના આયાતકારોને રિફંડ મળી જશે. રિપોર્ટ મુજબ, અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં ટેરિફ રિફંડ મામલે અરજી દાખલ કરાઈ હતી, જેમાં કોર્ટના આદેશ મુજબ, પ્રથમ હપ્તાની ચુકવણી લગભગ 11 મેથી શરૂ થવાની આશા છે.
અમેરિકાથી આવશે અબજો ડોલર!
છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના 'હાઇજેકિંગ'નો ડર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ છોટાઉદેપુર જિલ્લામાં 'રાજકીય હાઈજેક'ના સ્થિતિ જોવા મળી છે. ભાજપ દ્વારા ચૂંટાયેલા સભ્યોની ખરીદ-વેચાણની આશંકા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે AAPએ પોતાના વિજેતા સદસ્યોને રાજ્ય બહાર મધ્યપ્રદેશમાં ખસેડી દીધા હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ, ભાજપ દ્વારા AAPના ચૂંટાયેલા સદસ્યોને પક્ષ પલટો કરાવવા માટે રૂ.10-10 લાખ સુધીની ઓફરો કરવામાં આવી રહી છે. ભાજપ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સભ્યોને ઉઠાવી ન જાય તે માટે AAPના નેતાઓ હરકતમાં આવ્યા છે.
છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના 'હાઇજેકિંગ'નો ડર
ભારતીયો માટે એપલ લાવશે સસ્તી પ્રોડક્ટ્સ? ટિમ કુકે કહ્યું- હું અત્યંત ઉત્સાહિત છું
એપલના CEO ટિમ કુકે ભારતીય બજારને કંપની માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા પ્રબળ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તાજેતરના ત્રિમાસિક પરિણામો બાદ તેમણે જણાવ્યું કે ભારતની ઝડપથી વધતી મધ્યવર્ગીય વસ્તી અને એપલ પ્રોડક્ટ્સની વધતી માંગ લાંબા ગાળાની મોટી તકો પૂરી પાડે છે. માર્ચ ત્રિમાસિકમાં ભારતે ડબલ-ડિજિટ વૃદ્ધિ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટિમ કુકના મતે, વૈશ્વિક સ્તરે ભારત એક મુખ્ય માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે, જે આગામી સમયમાં એપલના વ્યવસાયિક વિસ્તરણ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ભારતીયો માટે એપલ લાવશે સસ્તી પ્રોડક્ટ્સ? ટિમ કુકે કહ્યું- હું અત્યંત ઉત્સાહિત છું
ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી? અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મહાયુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલા કરવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર બ્રેડ કૂપર અને જોઇન્ટ ચીફના ચેરમેને ટ્રમ્પ સાથે લગભગ 45 મિનિટ સુધી વાતચીત કરી છે, જેમાં ઈરાન પર હુમલા માટે ત્રણ યોજના તૈયાર હોવાની ટ્રમ્પને માહિતી આપી છે, તેવો એક્સિઓસે દાવો કર્યો છે. ‘ધ ઈઝરાયલ ટાઇમ્સ’ અને ‘ધ જેરુસલેમ પોસ્ટે’ના રિપોર્ટના દાવા મુજબ અમેરિકાએ માત્ર 24 કલાકમાં ઈઝરાયેલને આશરે 6,500 ટન દારૂગોળો અને સૈન્ય સાધન-સામગ્રી મોકલી છે.
ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી? અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. NHAI દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
નેપાળની બાલેન શાહ સરકારે ભ્રષ્ટાચારીઓ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા 'સંપત્તિ તપાસ પંચ' (Property Investigation Commission) ની રચના કરી છે. આ પંચ દ્વારા વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ઉચ્ચ સરકારી અધિકારીઓની સંપત્તિની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાજેન્દ્ર કુમાર ભંડારીના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોના પંચની રચના કરવામાં આવી છે. પંચે શુક્રવારથી વિધિવત કામગીરી શરૂ કરી દીધી છે. આ પંચનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તે તબક્કાવાર રીતે પોતાનો રિપોર્ટ સોંપશે.
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ!
કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું. માદા ઘોરાડે આ ઈંડાનું ત્રણ દિવસ કુદરતી સેવન કર્યું અને 26મી માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે 26મી એપ્રિલના રોજ આ બચ્ચું અચાનક લાપતા થયું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, 18મી એપ્રિલ બાદ બચ્ચું દેખાયું નથી. હાલ 1600 હેક્ટરના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ!
ટ્રમ્પનો માસ્ટર પ્લાન તૈયાર! ઈરાન પર થશે 'નાનો પણ ઘાતક' હુમલો!
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મધ્ય એશિયામાં ઈરાન વિરુદ્ધ સંભવિત સૈન્ય કાર્યવાહી માટે સજ્જ થઈ રહ્યું છે. ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર 'યુએસએસ ડેલબર્ટ ડી બ્લેક' પર ઈંધણ અને આધુનિક હથિયારોનો પુરવઠો લોડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એડમિરલ બ્રૅડ કૂપર વચ્ચેની બેઠકમાં ઈરાનના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 'ડાર્ક ઈગલ' જેવી હાઈપરસોનિક મિસાઈલો દ્વારા શક્તિશાળી હુમલાના વિકલ્પો પર ચર્ચા થઈ છે. અમેરિકી નૌસેના કોઈપણ સ્થિતિનો સામનો કરવા અને લાંબા ગાળાના મિશન માટે પોતાની સૈન્ય તાકાત તહેનાત કરી રહી છે.
ટ્રમ્પનો માસ્ટર પ્લાન તૈયાર! ઈરાન પર થશે 'નાનો પણ ઘાતક' હુમલો!
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે!
મ્યાનમારના સૈન્ય શાસને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને જેલમાંથી મુક્ત કરીને હવે નજરકેદ (હાઉસ અરેસ્ટ)માં રાખવાનો નિર્ણય કર્યો છે. મ્યાનમારના માહિતી મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, નૈ પિ તાવ જેલમાં સજા કાપી રહેલા 80 વર્ષીય સૂ કીની બાકીની સજાને હવે નજરકેદમાં ફેરવવામાં આવી છે. 80 વર્ષની વયે તેમની નબળી શારીરિક સ્થિતિ અને બૌદ્ધ ધર્મના પવિત્ર દિવસ 'કસૌન પૂર્ણિમા'ને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે!
પાકિસ્તાની મંત્રીની ભારત પ્રશંસા
ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે પાકિસ્તાનના મંત્રીએ ભારતની આર્થિક મજબૂતી અને Strategic Reserves ની પ્રશંસા કરી. ભારતે 60-70 દિવસનો ભંડાર રાખ્યો છે, જ્યારે પાકિસ્તાન 5-7 દિવસ ચાલે તેટલો જ ધરાવે છે. ભારત IMF ના દબાણ હેઠળ નથી, જ્યારે પાકિસ્તાન દેવું ઘટાડવા ટેક્સ લાદવા મજબૂર છે. પાકિસ્તાની મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત પાસે $600 બિલિયનથી વધુનો વિદેશી મુદ્રા ભંડાર છે, જેણે તેને અનેક દેશો પાસેથી તેલ ખરીદવાની શક્તિ આપી છે.
પાકિસ્તાની મંત્રીની ભારત પ્રશંસા
ભુજ નગરપાલિકા: નવા હોદ્દેદારોની વરણીની તૈયારી, 4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લેશે.
કચ્છમાં ભાજપની ભવ્ય જીત બાદ ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની પસંદગી માટે 4 મેના રોજ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ચૂંટાયેલા સભ્યો અને અગ્રણીઓ પાસેથી પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદો માટે અભિપ્રાય મેળવશે. દરેક હોદ્દા માટે 3-3 નામોની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે, જે અંતિમ નિર્ણય લેશે.
ભુજ નગરપાલિકા: નવા હોદ્દેદારોની વરણીની તૈયારી, 4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લેશે.
સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિવસે 'સેવા દિન'.
સુરેન્દ્રનગરમાં ૧લી મે, ગુજરાત સ્થાપના દિન 'સેવા દિન' તરીકે ઉજવાશે. જનસેવા કેન્દ્રો પર નાગરિકોની અરજીઓનો તે જ દિવસે નિકાલ થશે. કલેક્ટર અને અધિકારીઓ રૂબરૂ નિરીક્ષણ કરશે. 'વન ડે ગવર્નન્સ' હેઠળ ATVT દાખલાઓ અને અરજીઓ 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ પર સ્વીકારાશે. વિશેષ વ્યવસ્થા અને સુવિધાઓ પણ ગોઠવાશે.
સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિવસે 'સેવા દિન'.
ગુજરાતમાં સૂકું વાતાવરણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટશે
ગુજરાતમાં આજથી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજકોટ 42.4 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં રાહત મળશે, પણ ઉકળાટ વધશે. 6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા છે, ત્યારબાદ ફરી ગરમી વધશે.
ગુજરાતમાં સૂકું વાતાવરણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટશે
કાલોલ પાસે ટેન્કર, ટ્રક, ઈકો કાર વચ્ચે અકસ્માત: ૬ ઈજાગ્રસ્ત.
કાલોલના વેજલપુર પાસે ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. ઈકો કારમાં સવાર ગોસાઈ પરિવારના ચાર બાળકો સહિત છ લોકો ઘાયલ થયા. પરિવાર વડોદરાથી લુણાવાડા પરત ફરી રહ્યો હતો. જોરદાર ટક્કરમાં ઈકો કારનો કચ્ચઘાણ નીકળી ગયો. ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
કાલોલ પાસે ટેન્કર, ટ્રક, ઈકો કાર વચ્ચે અકસ્માત: ૬ ઈજાગ્રસ્ત.
વિજલપોરમાં યુવાનો પર પાઇપ-લાકડા વડે જીવલેણ હુમલો, અદાવતમાં મારામારી.
નવસારીના વિજલપોરના આંબેડકર નગરમાં રહેતા બે યુવાનો રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા ત્યારે જૂની દુશ્મની રાખીને બેઠેલા ૬ જેટલા શખ્સોએ તેમને રસ્તામાં ઘેરી લીધા હતા. આ ટોળકીએ ઉશ્કેરાઈને લાકડાના ફટકા અને પાઇપ વડે હુમલો કરતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું માથું ફૂટી ગયું હતું. બબાલના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિજલપોર વિસ્તારમાં સ્થાનિકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
વિજલપોરમાં યુવાનો પર પાઇપ-લાકડા વડે જીવલેણ હુમલો, અદાવતમાં મારામારી.
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
કચ્છના ચોરાડ પંથકમાં 1600 વર્ષ જૂની પરંપરા મુજબ, 500થી વધુ આહિર યુગલોએ ઢોલ-શરણાઈના સૂર વચ્ચે બળદગાડામાં જાન અને રાત્રે ફેરા સાથે લગ્ન કર્યા. આ લગ્નોમાં પૌરાણિક પહેરવેશ અને સાદગી જાળવવામાં આવી છે, જે સમાજની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવને દર્શાવે છે.
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
તેલ કંપનીઓએ 2025-26માં રોજ ₹116 કરોડ નફો કમાયો
2025-26માં તેલ કંપનીઓએ રોજ ₹116 કરોડનો નફો કર્યો, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમત કોવિડ પછી સૌથી ઓછી રહી. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડના ભાવ $126 સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી $116 થયા. એજન્સીઓ મુજબ, કંપનીઓને દરરોજ ₹2,400 કરોડનું નુકસાન થયું, પેટ્રોલ પર ₹14 અને ડીઝલ પર ₹18 પ્રતિ લિટર. જોકે, 2025-26માં સરેરાશ ભાવ $71 રહ્યા. સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી અને ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને આવક મેળવી.
તેલ કંપનીઓએ 2025-26માં રોજ ₹116 કરોડ નફો કમાયો
વઢવાણ કપ: 65+ ટીમો વચ્ચે 15 રાત્રિ ક્રિકેટ જંગ શરૂ.
વઢવાણ રેલવે મેદાનમાં 29 એપ્રિલે 'વઢવાણ કપ' નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ, જે 13 મે સુધી ચાલશે. ખજૂરીવાળી મેલડી માતાજીના લાભાર્થે આયોજિત, આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 65થી વધુ ટીમોના 1000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 10,000થી વધુ દર્શકોની અપેક્ષા છે. કારડીયા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા 10મી વખત આયોજિત, રાષ્ટ્રીય ગીત સાથે પ્રારંભ થયો.
વઢવાણ કપ: 65+ ટીમો વચ્ચે 15 રાત્રિ ક્રિકેટ જંગ શરૂ.
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ: મેમો મળશે, એક મહિના સુધી ચાલશે.
ગુજરાતમાં અકસ્માતો ઘટાડવા અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ફરીવાર ટ્રાફિક તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં આજથી એક મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી અને બિનસરકારી વાહન ચાલકો માટે ડ્રાઈવ યોજાશે. રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર વાહન ચેકિંગ અને હેલ્મેટ વિના આવતા વાહન ચાલકોને દંડ ફટકારાશે.
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ: મેમો મળશે, એક મહિના સુધી ચાલશે.
પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા, યુટ્યુબર સહિત 3 સામે ગુનો
અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની યુટ્યુબર સહિત ત્રણ લોકોએ હત્યા કરી. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ, યુટ્યુબર દ્વારા માફી મંગાવતો વીડિયો વાયરલ કરાયો હતો. પોલીસે આ મામલે જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા, યુટ્યુબર સહિત 3 સામે ગુનો
ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા
આજે સમગ્ર ગુજરાત ૧ મેના રોજ પોતાનો 'સ્થાપના દિવસ' ઉત્સાહભેર ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજ્યની પ્રગતિ અને ગૌરવની પ્રશંસા કરી છે. તેમણે ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, અથાણ મહેનત અને ગતિશીલતાને વિશ્વભરમાં રાજ્યની આગવી ઓળખ ગણાવી છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે ગુજરાત વિકાસના નવા શિખરો સર કરીને 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતું રહેશે. રાજ્યના ભવ્ય વારસા અને આધુનિક વિકાસની તેમણે સરાહના કરી છે.
ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા
સુરેન્દ્રનગર: બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી કાર્યરત.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ ખાતે બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી શરૂ થશે. ઉત્તર ઝોન કચેરીના બીજા માળે કાર્યરત આ પુસ્તકાલયનો ઉદ્દેશ વાંચનની ટેવને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સાહિત્ય પૂરું પાડવાનો છે. યુવા વાચકોમાં રુચિ જગાવવાનો પ્રયાસ કરાશે. વાચકો દરરોજ સવારે 9 થી સાંજે 6 સુધી સુવિધાનો લાભ લઈ શકશે.
સુરેન્દ્રનગર: બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી કાર્યરત.
દ્વારકા: કાર ડિવાઈડર સાથે અથડાતા પરિવારના 2 સભ્યોના મોત.
જામનગરનો એક પરિવાર કારમાં સવાર થઈને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન હાબરડી ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
દ્વારકા: કાર ડિવાઈડર સાથે અથડાતા પરિવારના 2 સભ્યોના મોત.
ક્રૂડ ઓઈલ $111 પાર, ગુજરાતમાં 1 મેના પેટ્રોલ-ડીઝલ ભાવ.
1 મે, 2026 ના રોજ તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કર્યા. મધ્ય પૂર્વ તણાવ અને ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલ $111 પાર થયું. તેમ છતાં, ભારતીય કંપનીઓએ સ્થાનિક ભાવ સ્થિર રાખી સામાન્ય જનતાને રાહત આપી. વૈશ્વિક બજારમાં 12% નો વધારો જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઈલ $111 પાર, ગુજરાતમાં 1 મેના પેટ્રોલ-ડીઝલ ભાવ.
રાજકોટમાં સિનેમા, ટ્યુશન ક્લાસિસમાં પણ ફાયર સેફ્ટી તપાસ.
રાજકોટમાં ગેમઝોનમાં આગ બાદ સિનેમા, ટ્યુશન ક્લાસિસ સહિત અનેક સ્થળોએ ફાયર સેફ્ટીની તપાસ થશે. ફન બ્લાસ્ટ ગેમઝોનમાં બનાવ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. જરૂરી પ્રમાણપત્રોના અભાવે ગેમઝોન બંધ કરાયું હતું. હવે ટાઉન પ્લાનિંગ, પોલીસ, ફાયર અને વીજ કંપની પણ મંજૂરી માટે જવાબદાર ગણાશે.
રાજકોટમાં સિનેમા, ટ્યુશન ક્લાસિસમાં પણ ફાયર સેફ્ટી તપાસ.
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર લાતિ એસોસિએશનની ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન.
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર લાતિ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય રાત્રિ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન. 70 વેપારીઓ વચ્ચે સંગઠન અને પારિવારિક નિકટતા વધારવાનો મુખ્ય હેતુ. 6 ટીમોએ ભાગ લીધો, સીવી ટાઈટન વિજેતા, આનંદ ટાઈગર રનર્સ અપ. વેપારી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો.
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર લાતિ એસોસિએશનની ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન.
અમદાવાદ એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડીંગોનો એરોનોટિકલ સર્વે થશે.
ગુજરાત હાઇકોર્ટે એરપોર્ટ ઓથોરિટીને 102.7 મીટર કરતાં વધુ ઊંચી બિલ્ડીંગોનો એરોનોટિકલ સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. 6 ડેવલપર્સને ડિમોલિશનની નોટિસ સામે આ આદેશ આપવામાં આવ્યો છે, જેઓ NOC બાદ નિર્ધારિત ઊંચાઈ મુજબ જ બાંધકામ કર્યાનો દાવો કરે છે. કોર્ટે સર્વેનો ખર્ચ ડેવલપર્સ પર નાખ્યો છે.
અમદાવાદ એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડીંગોનો એરોનોટિકલ સર્વે થશે.
એર ઇન્ડિયા 100 ફ્લાઇટ્સ ઘટાડશે: ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત.
એર ઇન્ડિયા ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લગભગ 10%નો ઘટાડો કરશે. ટાટા ગ્રુપની આ એરલાઇન ઓક્ટોબરથી દરરોજ લગભગ 100 ફ્લાઇટ્સ બંધ કરશે. ફ્યુઅલની વધતી કિંમતો અને સ્પેરપાર્ટ્સની અછત મુખ્ય કારણ છે. આંતરરાષ્ટ્રીય રૂટ્સ, ખાસ કરીને ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સાથેના રૂટ્સ પર અસર થશે. મેટ્રો-ટુ-મેટ્રો ડોમેસ્ટિક રૂટ્સ પર પણ ફ્લાઇટ્સ ઘટશે, જેથી નફાકારક રૂટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
એર ઇન્ડિયા 100 ફ્લાઇટ્સ ઘટાડશે: ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત.
દાહોદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ.
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. નાગરિકોની રજૂઆતો અને લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો. જમીન માપણી, NA પ્રક્રિયા, પંચાયત આકરણી અને મહેસૂલી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. અધિકારીઓને સંવેદનશીલ અભિગમ અને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ.