શાંતિ-યોજનામાં મડાગાંઠ પછી અમેરિકાને ઇરાનની ખુલ્લી ચેતવણી
શાંતિ-યોજનામાં મડાગાંઠ પછી અમેરિકાને ઇરાનની ખુલ્લી ચેતવણી
Published on: 28th September, 2026

અમેરિકા ફરી હુમલા કરે તેવી આશંકા વચ્ચે ઇરાનનાં સૈન્યના પ્રવક્તા મોહમ્મદ અક્રામિનિયાએ જણાવ્યું કે દેશ યુદ્ધ માટે તૈયાર છે અને યુદ્ધ થશે તો અમેરિકાને જબરજસ્ત ફટકો મારવામાં આવશે. President Trump દ્વારા હોર્મુઝ-સ્ટ્રેઈટ્સ ખોલવા માટે ઇરાને મુકેલી સાત શર્તો અને સાત દિવસના યુદ્ધવિરામની દરખાસ્ત ફગાવી દેવાયા બાદ ઇરાનનાં સૈન્યે આ હુંકાર કર્યો છે. President Trump નાં કઠોર શબ્દો છતાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘાયીએ કહ્યું કે મંત્રણાથી જ ઉકેલ આવી શકે, પરંતુ શાંતિ-મંત્રણા પડી ભાંગશે તો અમેરિકાને જોરદાર ફટકો મારવામાં આવશે.