સાઉદી એરપોર્ટ પર મિસાઈલ હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી: ઘરની બહાર ન નીકળવાની સલાહ
સાઉદી અરેબિયાના રિયાધ અને આભા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા મિસાઈલ હુમલાઓમાં ત્રણ લોકોના મોત અને ૩૬ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સાઉદી અધિકારીઓએ સુરક્ષા કડક કરી છે. સાઉદી અરેબિયા સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયોને અત્યંત સતર્ક રહેવા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવવાની આકરી નિંદા કરી છે. આ હુમલાઓ હુતી લશ્કર દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા સ્થિતિને કારણે એર ઇન્ડિયાએ ૧૦ ઓક્ટોબર સુધી રિયાધની ફ્લાઇટ્સ રદ કરી છે.
સાઉદી એરપોર્ટ પર મિસાઈલ હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી: ઘરની બહાર ન નીકળવાની સલાહ
ઈરાન સાથેના યુદ્ધમાં ટ્રમ્પે 120 દિવસમાં 3,20,407 કરોડ ખર્ચ્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 4 મહિનામાં અમેરિકાએ 33.4 અબજ ડૉલર (રૂ. 3,20,407 કરોડ) ખર્ચી નાખ્યા છે. આ ખર્ચનો મોટો હિસ્સો શસ્ત્રો અને દારૂગોળા પાછળ ગયો છે, જેમાં 22.3 અબજ ડૉલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુદ્ધ સંબંધિત અન્ય ખર્ચાઓ અને નષ્ટ થયેલા સૈન્ય ઉપકરણોના ખર્ચાઓ પણ નોંધાયેલા છે. અમેરિકાના F-35A, F-15A, A-10 જેવા વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનનો નાશ થયો છે. ઈરાને પણ ગલ્ફમાં અમેરિકી ઈમારતોને નુકસાન પહોંચાડ્યું છે.
ઈરાન સાથેના યુદ્ધમાં ટ્રમ્પે 120 દિવસમાં 3,20,407 કરોડ ખર્ચ્યા
ઈરાનની આર્થિક કટોકટી: યુદ્ધ, પ્રતિબંધો અને ગગડતો રિયાલ
મધ્ય પૂર્વમાં વકરેલા સંઘર્ષ અને યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં છે. યુદ્ધ ખર્ચ અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે ફુગાવો 40%ને પાર કરી ગયો છે. દેશનું ચલણ `રિયાલ' ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચતા ખાદ્યપદાર્થો, દવાઓ અને ઈંધણના ભાવ આસમાને છે. ક્રૂડ ઓઈલ નિકાસ પર નિર્ભર ઈરાનની તિજોરી ખાલી થઈ રહી છે અને સરકારી ખાધ જીડીપીના 5% વટાવી ગઈ છે. તેલ ઉત્પાદન માળખા પર હુમલાના જોખમે વિદેશી હૂંડિયામણની આવક પર અસર કરી છે. સામાન્ય નાગરિકો માટે જીવન નિર્વાહ મુશ્કેલ બનતાં બેરોજગારી અને જનઆક્રોશ વધી રહ્યો છે.
ઈરાનની આર્થિક કટોકટી: યુદ્ધ, પ્રતિબંધો અને ગગડતો રિયાલ
સાઉદી અરેબિયા પર હુતી બળવાખોરોનો મિસાઇલ હુમલો
યમનના હુતી બળવાખોરોએ દક્ષિણપશ્ચિમ સાઉદી અરેબિયાના ખામિસ મુશૈત સ્થિત લશ્કરી એરબેઝ પર ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી ભીષણ હુમલો કર્યો છે. યમનમાં તાજેતરના સાઉદી હવાઈ હુમલાનો બદલો ગણાવતા આ હુમલામાં 13 જેટલા નાગરિકો ઘાયલ થયા છે. જેદ્દાહ, અભા, તૈફ અને જાઝાન સહિત અનેક મુખ્ય દક્ષિણી શહેરોમાં હાઇ એલર્ટ અને કટોકટી ચેતવણી જારી કરવામાં આવી છે. આ હુમલાઓએ સાઉદી અરેબિયાની તેલ નિકાસ પર દબાણ વધાર્યું છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
સાઉદી અરેબિયા પર હુતી બળવાખોરોનો મિસાઇલ હુમલો
હુથીનો સોથ કાઢી નાખવા સાઉદી અરેબિયાએ, ઈઝરાયેલ પાસે માંગી મદદ !
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હુથીઓ સામેના સંઘર્ષમાં મદદ માટે મધ્ય પૂર્વના દેશો અને પરોક્ષ રીતે ઈઝરાયેલને અપીલ કરી છે. ખાસ કરીને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટને હુથીઓ દ્વારા અવરોધતા અટકાવવા માટે ગુપ્ત માહિતી અને અન્ય સહાય મેળવવા યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈઝરાયેલ સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે. આ બાબત વૈશ્વિક અર્થતંત્ર અને તેલના માર્ગો માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે, તેથી સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય સહાય શોધી રહ્યું છે.
હુથીનો સોથ કાઢી નાખવા સાઉદી અરેબિયાએ, ઈઝરાયેલ પાસે માંગી મદદ !
હોર્મુઝમાં ફરી તણાવ વધ્યો, ઇરાની કાર્ગો જહાજ પર જોરદાર હુમલો
હોર્મુઝની ખાડીમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે. કેશમ ટાપુ નજીક એક ઈરાની કાર્ગો જહાજ પર થયેલા જીવલેણ હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર તણાવ વધ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આ હુમલા પાછળ 'આતંકવાદી દુશ્મનો' હોવાનો આરોપ મૂક્યો છે અને જણાવ્યું છે કે ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે (UKMTO) પુષ્ટિ કરી છે કે ખાડીમાંથી પસાર થતા એક જહાજ પર હુમલો થયો હતો, જેનાથી તેમાં આગ લાગી હતી અને તેલ લીક થયું હતું.
હોર્મુઝમાં ફરી તણાવ વધ્યો, ઇરાની કાર્ગો જહાજ પર જોરદાર હુમલો
ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના સંકેત, ટ્રમ્પના નિવેદનથી તેલના ભાવ પર નજર
યુએસ-ઈરાન તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે તેવા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે "ખૂબ જ ટૂંક સમયમાં" યુદ્ધનો અંત આવી શકે છે, જે અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી પછી પણ શક્ય છે. ટ્રમ્પના આ નિવેદનો મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે આવ્યા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને સપ્લાયને લઈને ચિંતા વધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર અંગે લોકોને આશ્વાસન આપતા તેમણે કહ્યું કે "બધું બરાબર થઈ જશે," અને યુદ્ધ સમાપ્ત થવાથી તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના સંકેત, ટ્રમ્પના નિવેદનથી તેલના ભાવ પર નજર
ઇરાન - અમેરિકા યુદ્ધની કિંમત હવે દરેક ઘર ચૂકવશે
ઇરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષે વૈશ્વિક અર્થતંત્ર માટે મોટું જોખમ ઊભું કર્યું છે. તેલના ભાવ $100 ડોલર પાર થવાથી માંડીને શિપિંગ ખર્ચમાં વધારો, દરેક ઘરના બજેટ પર અસર કરી રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોને નિશાન બનાવવાથી વૈશ્વિક ઊર્જા વેપાર પર અસર થઈ છે, જેની સીધી અસર પેટ્રોલ, ડીઝલ, ખાદ્યપદાર્થો અને પરિવહન ખર્ચમાં વધારો તરફ દોરી જાય છે. આ સંકટ વૈશ્વિક વેપાર, ઉત્પાદન અને જીવનનિર્વાહના ખર્ચને પણ અસર કરી રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારી અને ધીમી આર્થિક વૃદ્ધિનો ભય વધી રહ્યો છે.
ઇરાન - અમેરિકા યુદ્ધની કિંમત હવે દરેક ઘર ચૂકવશે
જોર્ડનમાં અમેરિકી એરબેઝ પર ઈરાનનો ભીષણ હુમલો
જોર્ડનમાં આવેલા મુવાફ્ફક સલતી એર બેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં અમેરિકાને ભારે નુકસાન થયું છે. આ હુમલામાં અનેક ફાઈટર જેટ્સ અને હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થયા છે. અમેરિકી સેનાએ બચાવ માટે 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો છોડી હતી. અહેવાલો અનુસાર, 8 અમેરિકી F-15 ફાઈટર જેટ્સને નુકસાન થયું હતું, જેને બાદમાં સર્વિસમાં સામેલ કરાયા. A-10 થંડરબોલ્ટ વિમાન પણ હીટ થયું હતું. સદનસીબે કોઈ અમેરિકી સૈનિકનું મોત થયું નથી. આ ઘટનાના એક દિવસ પહેલા અમેરિકાએ પાંચ ઈરાની ક્રૂડ ઓઈલ ટેન્કરોને નિષ્ક્રિય કર્યા હતા.