ઝાલાવાડને હરિયાળું બનાવવા 10,000 ખેડૂતો શેઢે વાવશે આંબો
ઝાલાવાડને હરિયાળું બનાવવા 10,000 ખેડૂતો શેઢે વાવશે આંબો
Published on: 21st September, 2026

ઝાલાવાડમાં પર્યાવરણ સંરક્ષણ અને ખેડૂતોની આવક વૃદ્ધિ માટે ગુજરાત કિસાન સંગઠને 'મારું ખેતર, મારું વન' અભિયાન શરૂ કર્યું છે. આગામી 10 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે, જેમાં સુરેન્દ્રનગરના 10,000 ખેડૂતો 10 લાખ વૃક્ષો વાવશે. ખેતરોમાં આંબો, ચીકુ, દાડમ, લીંબુ જેવા વૃક્ષો વાવી આવક વધારવાની સાથે જમીનનું ધોવાણ અટકાવી, પાણીનું સંરક્ષણ કરી, હવા શુદ્ધ કરવાનો ઉદ્દેશ છે. ખેડૂતોને યોગ્ય વૃક્ષ પસંદ કરી, નિયમિત સંભાળ રાખવા સૂચવાયું છે.