જામનગર લાખોટા તળાવમાં ૧૪ કાચબા અને માછલાના મોત, પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા
જામનગર લાખોટા તળાવમાં ૧૪ કાચબા અને માછલાના મોત, પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા
Published on: 17th August, 2026

જામનગર શહેરના જાણીતા લાખોટા તળાવમાં અચાનક ૧૪ જેટલા કાચબા અને માછલા મૃત હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી છે. મોટી સંખ્યામાં જળચર જીવોના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, પાણીમાં પ્રદૂષણ અથવા અન્ય હાનિકારક તત્ત્વો ભળ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે. પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક પાણીના નમૂના લઈ તપાસ કરાવવાની અને ઓક્સિજન લેવલ તથા ઝેરી તત્વોની હાજરી અંગે રિપોર્ટ જાહેર કરવાની માગ કરી છે.