અમરેલી જિલ્લામાં સેટેલાઇટ સર્વેના અભાવે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી
અમરેલી જિલ્લામાં સેટેલાઇટ સર્વેના અભાવે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી
Published on: 25th September, 2026

અમરેલી જિલ્લામાં જૂન-જુલાઈ માસમાં વાવેતર કરેલ મગફળી અને કપાસ જેવા પાકોની સેટેલાઇટ સર્વે ન થવાને કારણે ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી. પાણી પત્રકમાં નોંધ ન હોવાથી તેમજ ક્રોપ સર્વે ઓનલાઈન ન દેખાવાથી ખેડૂતોને તલાટી મંત્રી પાસે ધક્કા ખાવા પડે છે. રાજુલા માર્કેટિંગ યાર્ડ દ્વારા લેખિત જાણ કરવા છતાં પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે. વીસીઈની નિમણૂંકના અભાવે પણ મુશ્કેલી વધી છે. ખેડૂતો સમયસર સેટેલાઇટ સર્વે અને પાણી પત્રક બનાવવાની માંગ કરી રહ્યા છે.