સુરેન્દ્રનગરના વઢવાણ નર્સરીમાં રોપા-પાંજરા વિનામૂલ્યે ન મળતા લોકો ભારે મુશ્કેલીમાં
સુરેન્દ્રનગરના વઢવાણ નર્સરીમાં રોપા-પાંજરા વિનામૂલ્યે ન મળતા લોકો ભારે મુશ્કેલીમાં
Published on: 25th September, 2026

ઝાલાવાડને હરિયાળું બનાવવાના અભિયાન વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નર્સરીમાં વડ, આસોપાલવ અને ફૂલછોડ જેવા વૃક્ષારોપણ માટે જરૂરી વિનામૂલ્યે રોપા ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વૃક્ષો વાવેતર બાદ તેને પશુઓથી બચાવવા માટે જરૂરી પાંજરા પણ સરળતાથી મળતા નથી, જેથી વૃક્ષારોપણ કરવા ઇચ્છુક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યાવરણ બચાવવા અને વધુ વૃક્ષો વાવવાની અપીલ વચ્ચે સરકારી નર્સરીમાં જ રોપાઓની અછત અને પાંજરાની વ્યવસ્થાનો અભાવ વૃક્ષારોપણની કામગીરી માટે પડકારરૂપ બન્યો છે.