ઑફિસ ડેસ્ક પર ભૂલથી પણ ન રાખતા આ વસ્તુઓ
ઑફિસ ડેસ્ક પર ભૂલથી પણ ન રાખતા આ વસ્તુઓ
Published on: 20th August, 2026

ઘણીવાર સખત મહેનત કરવા છતાં પણ આપણને સફળતા મળતી નથી અને તેનું ચોક્કસ કારણ સમજાતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તેનું એક મુખ્ય કારણ તમારી ઓફિસની વર્ક ડેસ્ક પણ હોઈ શકે છે. જે જગ્યા પર તમે દિવસના કલાકો વિતાવો છો, ત્યાંની ઊર્જા અને વાતાવરણ સકારાત્મક હોવું અત્યંત જરૂરી છે. બંધ ઘડિયાળ, સુકાયેલા છોડ, તૂટેલા કપ-ગ્લાસ, જૂના બિલ, ફાટેલા કાગળો અને તૂટેલી સ્ટેશનરી નકારાત્મક ઊર્જા લાવે છે. આ વસ્તુઓ કાર્યક્ષમતા ઘટાડી, સફળતામાં અવરોધ ઊભો કરી શકે છે. તેથી, ઓફિસ ડેસ્ક પરથી આવી નકારાત્મક વસ્તુઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ.