ગ્રહણ યોગ સક્રિય: 4 રાશિઓએ આગામી અઢી દિવસ સાવધાન રહેવું
ગ્રહણ યોગ સક્રિય: 4 રાશિઓએ આગામી અઢી દિવસ સાવધાન રહેવું
Published on: 13th August, 2026

જ્યોતિષશાસ્ત્ર મુજબ, સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુની યુતિથી અત્યંત સંવેદનશીલ ગ્રહણ યોગ બની રહ્યો છે. આ યુતિ મન, ભાવના અને માતાના કારક ચંદ્ર તથા રહસ્યમય ગ્રહ કેતુ વચ્ચે છે. આના કારણે આગામી અઢી દિવસ કર્ક, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન વાણી પર નિયંત્રણ, વાદવિવાદ ટાળવા, ઉતાવળા નિર્ણયો ન લેવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ભગવાન શિવની પૂજા, 'ॐ સોં સોમાય નમ:' મંત્ર જાપ અને સફેદ વસ્તુઓનું દાન કરવાથી આ દોષથી બચી શકાય છે.