દિવાળી પહેલા બનશે માલવ્ય રાજયોગ
દિવાળી પહેલા બનશે માલવ્ય રાજયોગ
Published on: 01st October, 2026

ઓક્ટોબર 2026ના ઉત્તરાર્ધમાં શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે, જેનાથી શક્તિશાળી ‘માલવ્ય રાજયોગ’નું નિર્માણ થશે. દિવાળી પહેલાં બનતો આ રાજયોગ 4 રાશિઓ માટે આર્થિક સમૃદ્ધિ અને કરિયરમાં પ્રગતિ લઈને આવી રહ્યો છે. કર્ક રાશિના જાતકોને કરિયરમાં નવી જવાબદારી અને પ્રમોશનની તકો મળશે. સિંહ રાશિના જાતકો માટે વેપાર વિસ્તરણ અને આર્થિક લાભના નવા દ્વાર ખુલશે. તુલા રાશિના જાતકોના વેપારમાં નફામાં વધારો અને આવકના નવા સ્ત્રોત મળશે. વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક લાભના સંકેત છે.