ઘરમાં સાવરણી ઊભી કેમ ન રખાય?
ઘરમાં સાવરણી ઊભી કેમ ન રખાય?
Published on: 19th September, 2026

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની સફાઈનું મુખ્ય સાધન 'સાવરણી' ધન અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીનું પ્રતીક છે. તેથી, તેને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ. ઊભી સાવરણી ઘરમાં દરિદ્રતા અને આર્થિક તંગીને આમંત્રણ આપે છે, જે માતા લક્ષ્મીનો અનાદર ગણાય છે. આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે. શાસ્ત્રો અનુસાર, જ્યાં સાફ-સફાઈ હોય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. સાવરણી ગંદકી, દરિદ્રતા અને નકારાત્મકતાને બહાર કાઢે છે. સાવરણીને જમીન પર આડી રાખવી શુભ મનાય છે.