'દિલ ચાહતા હૈ' બની સોનાલી કુલકર્ણી માટે ટર્નિંગ પોઇન્ટ
'દિલ ચાહતા હૈ' બની સોનાલી કુલકર્ણી માટે ટર્નિંગ પોઇન્ટ
Published on: 28th August, 2026

૨૦૦૧માં રિલીઝ થયેલી 'દિલ ચાહતા હૈ' ફિલ્મે હિન્દી સિનેમામાં નવી તાજગી લાવી. ફરહાન અખ્તરના અનોખા સ્ટોરી-ટેલિંગ અને નવી પેઢીના શહેરી યુવાનોના પાત્રોએ દર્શકોને આકર્ષ્યા. આ ફિલ્મે મરાઠી એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીના કરીઅરમાં એક મહત્વપૂર્ણ વળાંક આપ્યો, તેમને પહેલીવાર મોર્ડન લુક મળ્યો. ઝોયા અખ્તર દ્વારા ફોટોશૂટ જોઈને સોનાલીને કાસ્ટિંગ માટે બોલાવવામાં આવી અને તેમને ફિલ્મ મળી. મ્યુઝિક, સિનેમાટોગ્રાફી અને અભિનય પણ એકદમ ફ્રેશ અને શહેરી હતા.