કરિશ્મા કપૂરની કબૂલાત: 'બ્રાઉન' વેબ સિરીઝનું  પાત્ર મારા માટે ખૂબ પડકારરૂપ પૂરવાર થયું છે...
કરિશ્મા કપૂરની કબૂલાત: 'બ્રાઉન' વેબ સિરીઝનું પાત્ર મારા માટે ખૂબ પડકારરૂપ પૂરવાર થયું છે...
Published on: 19th June, 2026

'બ્રાઉન' નામના વેબ શોમાં કરિશ્મા કપૂરે પહેલી જ વખત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. આ વેબ સિરીઝ માટે ચાર વર્ષ પહેલાં એણે વારંવાર ના કહી હતી, પણ આખરે વાર્તા સાંભળતાં એનો વિચાર બદલાયો. ભારતમાં  ફિલ્મ અને ટેલિવિઝનના  ક્ષેત્રે  મહત્વના ફેરફાર  થઇ રહ્યા છે. ખાસ કરીને  ટીવી વેબ સિરિઝની શરૂઆતથી ઘણા જૂના અને  લગભગ ભૂલાઇ ગયેલાં કલાકારોને નવી તક મળી રહી છે. સાથોસાથ અમુક વેબ સિરિઝ તો બેહદ લોકપ્રિય પણ થઇ છે.