કોણ છે મિથુન ચક્રવર્તીનો ભાવિ જમાઈ?
કોણ છે મિથુન ચક્રવર્તીનો ભાવિ જમાઈ?
Published on: 16th June, 2026

બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીની દત્તક દીકરી દિશાની ચક્રવર્તીએ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ માઇલ્સ મંટઝારિસ સાથે સગાઈ કરી લીધી છે. સમુદ્ર કિનારે, સૂર્યમુખીના ફૂલો અને મીણબત્તીઓની વચ્ચે માઇલ્સે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ઘૂંટણિયે બેસીને દિશાનીને પ્રપોઝ કર્યું હતું. આ સુંદર ક્ષણોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમજ સેલેબ્રિટીઓ અભિનંદન પાઠવી રહ્યા છે. માઇલ્સ વ્યવસાયે 'સ્ટેડીકેમ ઓપરેટર' અને 'કલરિસ્ટ' છે. તેમનું મુખ્ય કામ ફિલ્મો અને વીડિયો પ્રોડક્શનને વિઝ્યુઅલી સુંદર બનાવવાનું છે.