રકુલ પ્રીત સિંહનો ખુલાસો: ૨૦ વર્ષની ઉંમરથી ટેક્સ ભરું છું
રકુલ પ્રીત સિંહનો ખુલાસો: ૨૦ વર્ષની ઉંમરથી ટેક્સ ભરું છું
Published on: 06th October, 2026

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ પોતાનો બચાવ કર્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ ગેરકાયદે ફોરેન રેમિટન્સમાં સંડોવાયેલી નથી અને તેના નામે કોઈ બેનામી સંપત્તિ નથી. લશ્કરી પરિવારમાંથી આવતી રકુલે જણાવ્યું કે તે ૨૦ વર્ષની ઉંમરથી જવાબદાર નાગરિક તરીકે ટેક્સ ભરે છે. કરચોરીના આરોપોને ખોટા ગણાવી, તેણે કહ્યું કે તેની પ્રતિષ્ઠા અને આજીવિકાને નુકસાન પહોંચાડતા અહેવાલો બંધ કરવા જોઈએ. તેણે એમ પણ કહ્યું કે તેને કોઈ સંપત્તિ ગિફ્ટમાં મળી નથી અને તે આવી ભેટ સ્વીકારતી નથી.