અભિનેતા વરુણ ધવન અને પત્ની નતાશાને નવા ફ્લેટ માટે આપવો પડ્યો ઇન્ટરવ્યુ
અભિનેતા વરુણ ધવન અને પત્ની નતાશાને નવા ફ્લેટ માટે આપવો પડ્યો ઇન્ટરવ્યુ
Published on: 21st August, 2026

મુંબઈની એક વૈભવી શાકાહારી હાઉસિંગ સોસાયટીમાં અભિનેતા વરુણ ધવન અને તેમની પત્ની નતાશા દલાલે ફ્લેટ ખરીદવા માટે ઇન્ટરવ્યુ આપવો પડ્યો. સોસાયટીના આગેવાને બંનેના જવાબોથી સંતોષ થયા બાદ જ અપાર્ટમેન્ટનું બુકિંગ કર્યું. આવી સોસાયટીઓમાં ફ્લેટ ખરીદતા પહેલા ખરીદનાર શાકાહારી છે તેની ખાતરી કરવામાં આવે છે. આ નીતિને કારણે ઘણીવાર વિવાદો પણ સર્જાયા છે અને અમુક રાજકીય પક્ષોએ તેનો વિરોધ પણ કર્યો છે.