શ્રદ્ધા કપૂર નિર્માત્રી બનીને ફિલ્મના નફામાં હિસ્સો મેળવશે?
શ્રદ્ધા કપૂર નિર્માત્રી બનીને ફિલ્મના નફામાં હિસ્સો મેળવશે?
Published on: 28th August, 2026

બોલિવુડના ટોચના કલાકારો હવે સીધી ફી ઘટાડીને ફિલ્મ IP rights માં મોટો હિસ્સો મેળવી રહ્યા છે. અક્ષય કુમાર આ પદ્ધતિમાં માહેર છે, અને હવે શ્રદ્ધા કપૂર પણ આ જ માર્ગ અપનાવી રહી છે. તેની આગામી ફિલ્મ માટે, શ્રદ્ધા કપૂર પોતાની ૨૦ કરોડ રૂપિયાની ફીના બદલે ફિલ્મની નિર્માત્રી બનીને નફામાં હિસ્સો મેળવવાની યોજના ધરાવે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.