સરકારનો પેટ્રોલ-ડીઝલ નિકાસ પર મોટો નિર્ણય!
સરકારનો પેટ્રોલ-ડીઝલ નિકાસ પર મોટો નિર્ણય!
Published on: 01st September, 2026

પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 1.50 રૂપિયાનો નવો ટેક્સ લાગુ થયો છે, જ્યારે ડીઝલ પર કુલ ટેક્સ 24 રૂપિયાથી વધારીને 25 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે. જોકે, ATF (Aviation Turbine Fuel) ની નિકાસ પરના ટેક્સમાં 19.50 રૂપિયાથી ઘટાડીને 19 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ ફેરફારોનો હેતુ સ્થાનિક સ્તરે ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવાનો છે અને સામાન્ય લોકો પર તેની સીધી અસર નહીં પડે.