મુંબઈમાં દરરોજ ₹૫ કરોડથી વધુ કિંમતના ૧૬ લક્ઝરી ફ્લેટનું વેચાણ
મુંબઈમાં દરરોજ ₹૫ કરોડથી વધુ કિંમતના ૧૬ લક્ઝરી ફ્લેટનું વેચાણ
Published on: 22nd August, 2026

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં (એપ્રિલ-જૂન) આશરે ₹૧૫ હજાર કરોડના વૈભવશાળી ઘરોનું વેચાણ થયું છે, જેમાં દરરોજ સરેરાશ ૧૬ લક્ઝરી ફ્લેટ વેચાયા છે. દરેક ફ્લેટની કિંમત ઓછામાં ઓછી ₹૫ કરોડ હતી. તળ મુંબઈમાં વરલી વિસ્તાર સૌથી મોખરે રહ્યો, જ્યાં ૯૭ ફ્લેટ ₹૨,૨૭૨ કરોડમાં વેચાયા. ઉપનગરોમાં પણ લક્ઝરી હોમની માંગ વધી છે, જેમ કે ગોરેગાંવ પૂર્વ અને અંધેરી પશ્ચિમમાં નોંધપાત્ર વેચાણ થયું છે.