કેનેરા બેંકના નવા ATM નિયમો!
કેનેરા બેંકના નવા ATM નિયમો!
Published on: 02nd September, 2026

કેનેરા બેંકે ATM સેવાઓ સંબંધિત નિયમો અને ચાર્જમાં મોટો ફેરફાર કર્યો છે, જે 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. સેવિંગ્સ એકાઉન્ટ માટે માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડીને 5 કરી દેવાઈ છે. નિર્ધારિત મર્યાદા બાદ રોકડ ઉપાડવા અને ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર ચાર્જ વધારીને 23 રૂપિયા કરી દેવાયો છે. જોકે, વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં કોઈ ફેરફાર નથી. ગ્રીન પિન (ATM PIN) ફરી જનરેટ કરવાનો ચાર્જ 23 રૂપિયાથી ઘટાડી 5 રૂપિયા કરાયો છે.