સુપ્રીમ કોર્ટનું તહેવારોમાં મોંઘી ફ્લાઇટ ટિકિટ પર આકરુ વલણ
સુપ્રીમ કોર્ટનું તહેવારોમાં મોંઘી ફ્લાઇટ ટિકિટ પર આકરુ વલણ
Published on: 14th July, 2026

તહેવારો અને રજાઓ દરમિયાન એરલાઇન્સ દ્વારા ભાવ વધારાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા નિર્દેશ આપ્યા છે. કોર્ટે હવાઈ ભાડાને રેગ્યુલેટ કરવા માટેના નિયમોની એક કોપી બે અઠવાડિયાની અંદર રજૂ કરવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે નિયમો તૈયાર છે અને 30 દિવસમાં સંસદમાં રજૂ થશે, પરંતુ કોર્ટે તાત્કાલિક કાર્યવાહી માંગી છે. આ અરજી ડાયનેમિક પ્રાઈસિંગ અને ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે છે. આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે.