અયોધ્યા રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરી થઈ, કોષાધ્યક્ષ ગોવિંદદેવનો પ્રથમવાર સ્વીકાર
અયોધ્યા રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરી થઈ, કોષાધ્યક્ષ ગોવિંદદેવનો પ્રથમવાર સ્વીકાર
Published on: 14th July, 2026

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ સ્વીકાર્યું છે કે અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની ચોરી થઈ છે. તેમણે 14 કરોડના સોના-ચાંદીની ચોરીની અફવાઓને ખોટી ગણાવી છે. SIT તપાસથી સંતુષ્ટ હોવાનું જણાવી, ગોવિંદદેવે રાજીનામું આપવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ મેદાન છોડીને ભાગનારા નથી. બીજી તરફ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. આગામી 22 જુલાઈની ટ્રસ્ટની બેઠકમાં કેટલાક મોટા ફેરફારોની સંભાવના છે.