નીતિન ગડકરી અને ઈથેનોલ અંગે ભ્રામક બોલવું ભારે પડયું
નીતિન ગડકરી અને ઈથેનોલ અંગે ભ્રામક બોલવું ભારે પડયું
Published on: 14th July, 2026

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ટોયોટા અને ઈથેનોલ પ્રોજેક્ટ અંગે સોશિયલ મીડિયા પર કથિત ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાના આરોપમાં નાગપુર સાયબર પોલીસે ચાર ઈન્ફ્લુએન્સર્સ સામે FIR નોંધી છે. ફરિયાદમાં યુટ્યુબર મનીષ કશ્યપ તેમજ ‘દેશી બોયઝ’, હર્ષિત રાઠી અને અંકલેશ ઈનવાતેના એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. આરોપ છે કે પુરાવા વગરના દાવાઓથી લોકોમાં ભ્રમ અને સરકારની છબી ખરડાવવાનો પ્રયાસ થયો. પોલીસે વાયરલ વીડિયો અને પોસ્ટની સત્યતા તથા તેની સામાજિક અસર અંગે તપાસ શરૂ કરી છે.