સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે ૨૫.૮૦ લાખની હાર્ડ ડિસ્ક ચોરીની ફરિયાદ નોંધાઈ
સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે ૨૫.૮૦ લાખની હાર્ડ ડિસ્ક ચોરીની ફરિયાદ નોંધાઈ
Published on: 10th August, 2026

વડોદરાના જેતલપુર રોડ પર નવા શરૃ થતા જ્વેલરી શોપમાં સિક્યુરિટી સિસ્ટમ માટે મગાવેલી ૨૫.૮૨ લાખની હાર્ડ ડિસ્કની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ ચોરી વેચાણકર્તા સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજરે જ કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે. ખરીદેલી ૫૭ હાર્ડ ડિસ્કમાંની કેટલીક ડિસ્ક ચોરાઈ ગઈ હતી. પુન: મંગાવેલી ડિસ્કના સિરીયલ અને બેચ નંબર પરથી જાણવા મળ્યું કે આ અગાઉ ચોરાયેલી જ ડિસ્ક છે. આ ચોરીમાં કંપનીના પ્રોજેક્ટ મેનેજર ચિરાગ પીપળીયા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.