ડભોઇમાં શાળાઓ ખુલતા પહેલાં પુસ્તકો, યુનિફોર્મ સહિતની ખરીદી માટે ભારે ભીડ.
ડભોઇમાં શાળાઓ ખુલતા પહેલાં પુસ્તકો, યુનિફોર્મ સહિતની ખરીદી માટે ભારે ભીડ.
Published on: 08th June, 2026

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. આ નિમિત્તે ડભોઇના મુખ્ય બજારોમાં શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નગર ઉપરાંત આસપાસના 119 ગામમાંથી આવેલા લોકોએ પાઠયપુસ્તકો, નોટબુક, દફતર અને સ્કૂલ યુનિફોર્મની ખરીદી કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકોએ ખાસ કરીને તૈયાર યુનિફોર્મની ખરીદી કરી હતી, જેના કારણે બજારમાં ગીરદી જામી હતી.